બાબરામાં નીલવડા રોડ પર સ્થિત જય શ્રી વડલીવાળા મેલડી માં ધામ ખાતે આગામી ૧૬ મે શનિવારના રોજ એક ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. માતાજીના સેવક રાજુભાઈ જેઠવા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પ્રખ્યાત કલાકાર વિજયભાઈ રાવળદેવ ડાક ડમરૂની રમઝટ બોલાવશે, જ્યારે જાણીતા કલાકાર અનુલા ગઢવી ચારણી સાહિત્યનો રસાસ્વાદ કરાવશે. રાત્રે ૮ઃ૦૦ વાગ્યાથી શરૂ થનારા આ કાર્યક્રમ પૂર્વે સાંજે ૬ઃ૩૦ કલાકથી માતાજીના તાવાનો પ્રસાદ પણ રાખવામાં આવ્યો છે. ભક્તિ અને સંસ્કૃતિના આ અનોખા સંગમમાં સહભાગી થવા માટે આયોજક સમિતિ દ્વારા ભાવિક ભક્તોને મોટી સંખ્યામાં ઉમટી પડવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.








































