જાસપુર સ્થિત વિશ્વઉમિયા ફાઉન્ડેશનના એક અભિન્ન અંગ એવા VIBES (વિશ્વઉમિયા ઇન્ટરનેશનલ બિઝનેસ એન્ટરપ્રોનીયર એન્ડ સોશ્યિલ) દ્વારા અમરેલી ખાતે મિટિંગ સંપન્ન થઈ હતી. આ કાર્યક્રમમાં ૬૦થી વધુ ઉત્સાહી સભ્યોએ ઉપસ્થિત રહીને સંગઠનની શક્તિનો પરિચય આપ્યો હતો. મિટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યવસાયિક
વૃદ્ધિ, પરસ્પર નેટર્વકિંગ અને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાનો હતો. VIBES એ માત્ર એક વ્યાપારી મંચ નથી, પરંતુ તે શિક્ષણ અને માનવતાના પાયા પર રચાયેલું એક સામાજિક માધ્યમ પણ છે. મિટિંગ દરમિયાન સભ્યોએ પોતાના વ્યવસાયિક અનુભવો વહેંચ્યા હતા અને નવા અવસરો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. તમામ ઉપસ્થિતોએ સંગઠનની પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને ભવિષ્યમાં વધુ મજબૂતીથી સાથે મળીને કાર્ય કરવાની મક્કમતા વ્યક્ત કરી હતી.