શહેરના સેટેલાઇટ વિસ્તારમાં વર્ષ ૨૦૧૬માં કરવામાં આવેલ દારૂની મહેફિલ કેસમાં ભાજપ મંત્રી અર્જુન મોઢવાડિયાના પુત્ર પાર્થ મોઢવાડિયા સહિત ૨૬ આરોપીઓને ગ્રામ્ય કોર્ટે નિર્દોષ છોડ્યા છે. આ બહુચર્ચિત કેસમાં કોર્ટે પોલીસ તપાસમાં રહેલી ગંભીર ખામીઓ અને વિરોધાભાસી પુરાવાઓને ધ્યાને રાખી તમામ આરોપીઓને નિર્દોષ ઠેરવ્યા છે.
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા અસાવરી ટાવરમાં ૮ મે, ૨૦૧૬ની રાત્રે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. પોલીસે આરોપ લગાવ્યો હતો કે આરોપી વરુણ જૈનના જન્મદિવસની પાર્ટીમાં ૨૬ જેટલા યુવાનો દારૂની મહેફિલ માણતા પકડાયા હતા. આ મામલે પાર્થ મોઢવાડિયા સહિત ૨૬ સામે કેસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ચાર્જશીટ થતા કેસ ગ્રામ્ય કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો.
આરોપીઓ તરફે એડવોકેટ બ્રિજરાજસિંહ ઝાલા અને એ.બી. પટેલે દલીલ કરી હતી કે, ફરિયાદમાં બાતમીનો સમય રાત્રે ૧૨.૧૫ કલાકનો દર્શાવ્યો છે, જ્યારે તપાસ કરનાર અમલદાર સમક્ષના નિવેદનમાં આ સમય રાત્રે ૧૧.૧૫ કલાકનો જણાવ્યો છે. વળી, બાતમી મળી ત્યારે ફરિયાદી પેટ્રોલિંગમાં હતા કે ઘરે, તે બાબતે પણ વિરોધાભાસી હકીકતો રજૂ થઈ હતી. પંચનામામાં દર્શાવેલા પંચો ખરેખર સ્વતંત્ર સાક્ષીઓ ન હતા. ફરિયાદીએ ઉલટતપાસમાં સ્વીકાર્યું હતું કે પંચ તરીકે રાખવામાં આવેલો વ્યક્તિ પોલીસ સ્ટેશનની બહાર ચાની કીટલી ચલાવે છે. લોહીના નમૂના લેવામાં ઘણો વિલંબ થયો હતો. રેડ રાત્રે ૧૨.૩૦કલાકે થઈ હતી, જ્યારે બ્લડ સેમ્પલ લેવાની પ્રક્રિયા સવારે ૫થી ૧૧:૨૦ વચ્ચે કરવામાં આવી હતી, જેનો કોઈ યોગ્ય ખુલાસો ફરિયાદ પક્ષે આપ્યો ન હતો.
ફરિયાદી પીએસઆઇની જુબાની અને તપાસ કરનાર અમલદાર સમક્ષના નિવેદનમાં મહત્વના વિરોધાભાસ જાવા મળ્યા છે. બાતમીના સમય અને બાતમી મળી ત્યારે ફરિયાદી ક્યાં હતા (પેટ્રોલિંગમાં કે ઘરે) તે બાબતે પણ વિસંગતતા જાવા મળી હતી.
ફરિયાદીનું એવું કહેવું હતું કે ફ્લેટનો દરવાજા અર્ધ ખુલ્લો હતો અને તેમણે અંદર ડોકિયું કરીને જાયું. કોર્ટે અવલોકન કર્યું કે, કોઈ વ્યક્તિ ગેરકાયદે પ્રવૃત્તિ કરતી હોય ત્યારે દરવાજા ખુલ્લો રાખે તે સામાન્ય રીતે સ્વીકારી શકાય તેમ નથી.
આ કેસની રેડ કરનાર અધિકારી સામે તે જ દિવસે આરોપીઓ પાસેથી લાંચ માગવાના આક્ષેપો થયા હતા અને તેમની સામે છઝ્રમ્માં ફરિયાદ નોંધાઈ હતી. આ હકીકતે સમગ્ર પોલીસ કાર્યવાહીની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઊભો કર્યો છે.
ફોજદારી કેસમાં ફરિયાદ પક્ષે પોતાનો કેસ નિઃશંકપણે સાબિત કરવાનો હોય છે, પરંતુ અહીં રેડની કાર્યવાહી જ શંકાસ્પદ જણાય છે. આથી આરોપીઓને ‘બેનિફિટ ઓફ ડાઉટ’ આપી નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે.









































