અમેરિકામાં છેલ્લા ૧૬ વર્ષથી ગેરકાયદેસર રીતે વસવાટ કરતા અમદાવાદના એક બિઝનેસમેન પર અમેરિકી સત્તાવાળાઓએ ભારે દંડ ફટકાર્યો છે. ડીએચએસ દ્વારા આ વ્યક્તિને ૧.૮ મિલિયન યુએસ ડોલર (આશરે ૧૫ કરોડ)ની સિવિલ પેનલ્ટી ફટકારવામાં આવી છે, જે હવે ગુજરાતી ડાયસ્પોરામાં ચર્ચાનો વિષય બની ગયો છે.
માહિતી મુજબ, આ વ્યક્તિ ૨૦૧૦માં મેક્સિકો બોર્ડર મારફતે ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશ્યો હતો. પ્રવેશ બાદ તેની અટકાયત કરવામાં આવી હતી, પરંતુ થોડા સમય પછી મુક્ત કર્યા બાદ તેને દેશ છોડવાનો એફઆરઓ આપવામાં આવ્યો હતો. તે છતાં, આ બિઝનેસમેન અમેરિકામાં જ રહ્યો અને વર્ષો સુધી આ આદેશની અવગણના કરી.
અમેરિકન સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, વર્ષો સુધી દેશ છોડવાના આદેશનો ઉલ્લંઘન કરવાને કારણે આ વ્યક્તિ પર દરરોજના ધોરણે દંડ વધતો ગયો. પરિણામે હવે કુલ દંડની રકમ ૧.૮ મિલિયન ડોલર (૧૫ કરોડ) સુધી પહોંચી ગઈ છે.
આશ્ચર્યજનક રીતે, ગેરકાયદે સ્થિતિ હોવા છતાં આ બિઝનેસમેન અમેરિકામાં અનેક બિઝનેસ સ્થાપિત કરવામાં સફળ રહ્યો હતો. તે જ નહીં, તેણે પોતાની પત્ની અને બે બાળકોને પણ સમાન ગેરકાયદે માર્ગોથી અમેરિકામાં બોલાવી લીધા હતા. બે વર્ષ પહેલા તેણે  માટે અરજી કરી હતી, જેના આધારે હાલ તેને વર્ક પરમિટ અને સોશિયલ સિક્્યુરિટી નંબર પણ મળ્યો છે.
સત્તાવાળાઓએ નોટિસમાં સ્પષ્ટ જણાવ્યું છે કે આ વ્યક્તિને  દંડ સામે અપીલ કરવા માટે ૧૫ દિવસનો સમય આપવામાં આવ્યો છે.જા આ સમયગાળામાં અપીલ નહીં કરવામાં આવે, તો આ આદેશ અંતિમ ગણાશે અને વસૂલાતની કાર્યવાહી શરૂ થશે.
નિષ્ણાતોના મતે, છેલ્લા સમયમાં લેટિન અમેરિકાના ગેરકાયદે ઇમિગ્રન્ટ્‌સને આવી ભારે પેનલ્ટી નોટિસો મોકલાઈ રહી છે. પરંતુ કોઈ ગુજરાતી અથવા ભારતીય વ્યક્તિને  આટલી મોટી રકમનો દંડ ફટકારવામાં આવ્યો હોય તેવો આ કેસ દુર્લભ માનવામાં આવે છે. હાલમાં આ બિઝનેસમેન કાનૂની સલાહ મેળવવા માટે દોડધામ કરી રહ્યા છે.