કુંકાવાવથી અમરેલી તરફ જતાં સ્ટેટ હાઈવે પર આજે કાળજું કંપાવી દે તેવી અકસ્માતની ઘટના બની છે. અમરાપુર ગામની નજીક પૂરપાટ ઝડપે આવતી ફોર વ્હીલર કારે બાઈકને જોરદાર ટક્કર મારી હતી જેના કારણે બાઈકસવાર યોગેશભાઈ નામના યુવક અને એક મહિલા રોડ પર પટકાયા હતા. આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે યોગેશભાઈને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે જ્યારે પાછળ બેઠેલા મહિલાનો ચમત્કારિક બચાવ થયો છે. ઘટનાના પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં યુવકને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.