ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લા દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી ૨૦૨૬ યોજાયા બાદ મહત્વની સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડક જેવા વિવિધ હોદ્દાઓ માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવાનો છે. આ સમગ્ર કાર્યક્રમ તારીખ ૨ મે ૨૦૨૬ ને શુક્રવારના રોજ યોજાનાર છે. આ દિવસે સવારથી સાંજ સુધી વિવિધ મંડલો માટે સમય ફાળવવામાં આવ્યો છે. સેન્સ પ્રક્રિયાની શરૂઆત સવારે ૦૯ઃ૩૦ કલાકે ધારી તાલુકો અને ધારી શહેરથી થશે. ત્યારબાદ ખાંભા, બગસરા અને જાફરાબાદ જેવા તાલુકાઓના મંડલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બપોરે ૧ઃ૩૦ કલાકે ભોજન વિરામ બાદ ફરીથી લીલીયા, સાવરકુંડલા અને બાબરા મંડલની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. દિવસના અંતિમ ભાગમાં લાઠી, દામનગર, કુંકાવાવ અને અમરેલી શહેર તેમજ તાલુકાના કાર્યકરો સાથે પરામર્શ કરવામાં આવશે. આ કાર્યક્રમની જાહેરાત અમરેલી જિલ્લા ભાજપ અધ્યક્ષ અતુલ કાનાણી દ્વારા કરવામાં આવી છે.