રાજુલાના જાફરાબાદ રોડ પર આવેલા શ્રીજી નગરમાં શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે ભવ્ય શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. બાપાસીતારામ મહિલા મંડળ ગ્રુપ દ્વારા આયોજિત આ કથા દરરોજ બપોરે ૩ થી ૭ વાગ્યા દરમિયાન યોજાશે. જાણીતા વક્તા યોગેશ દાદા “જીવ થી શિવ સુધીની યાત્રા” વિષય પર શિવ મહિમા સમજાવશે. ભાવિકોને આ ધર્મલાભ લેવા આયોજકોએ ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.