ધારી તાલુકામાં આવેલ ફતેગઢ ગામે આજે વહેલી સવારના સમયે સિંહોના એક મોટા ટોળાએ ગામમાં આતંક મચાવ્યો હતો. આશરે છ જેટલા સિંહોના ટોળાએ અચાનક ગામમાં પ્રવેશીને પશુઓ પર હુમલો કરતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આ હિંસક હુમલામાં સિંહોએ ત્રણ પશુઓનું મારણ કર્યું હોવાના અહેવાલ મળ્યા છે. આ બનાવની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પશુઓના શિકાર અંગેની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. વન વિભાગે સ્થાનિક રહીશોને સાવચેત રહેવા જણાવ્યું છે અને રાત્રિના સમયે પશુઓને સુરક્ષિત સ્થાને બાંધવા માટે ખાસ અપીલ કરી છે.