શ્રી ભોજલરામ નાગરીક શરાફી સહકારી મંડળી લિમિટેડ દ્વારા સભાસદના અવસાન બાદ તેમના પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરી સામાજિક જવાબદારી નિભાવવામાં આવી છે. મંડળીના સભાસદ ભાવેશભાઈ કાબરીયાનું અવસાન થતા તેમના વારસદાર ઓમભાઈ ભાવેશભાઈ કાબરીયાને મૃત્યુ સહાય પેટે રૂ. ૨,૮૦,૦૦૦/- નો ચેક મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટી વસંતભાઈ મોવલીયા, સુરેશભાઈ દેસાઈ અને સમાધાન પંચના અધ્યક્ષ ચુનીભાઈ વાડદોરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંડળીના ચેરમેન ગોરધનભાઈ ગેડીયા અને ડિરેક્ટર ગુણવંતભાઈ ભંડેરી સહિત અન્ય અગ્રણીઓએ શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી હૂંફ આપી હતી. મંડળીના સેક્રેટરી ક્રિનલબેન ગેડીયાએ અખબારી યાદીમાં જણાવ્યું કે સંસ્થા હંમેશા સભાસદોના સુખ-દુઃખમાં સહભાગી થવા કટિબધ્ધ છે. આ કાર્યક્રમમાં પ્રદીપભાઈ રાખોલીયા, અશ્વિનભાઈ ધાનાણી અને વિશાલભાઈ કાબરીયા સહિતના આગેવાનોએ હાજરી આપી મંડળીની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી.









































