વડિયા તાલુકાના અરજણસુખ ગામે રહેતી સગીરાએ જાહેર કર્યું છે કે તેઓ હડાળા ખાતેની શાળામાં ધોરણ ૯ માં અભ્યાસ કરે છે. સગીરાના જણાવ્યા મુજબ, પોતાનું વજન વધુ હોવાને કારણે તેઓ સતત માનસિક ચિંતા અને લઘુતાગ્રંથિ અનુભવતા હતા. આ બાબત મનમાં લાગી આવતા, ગત રોજ તેઓએ પોતાના ઘરે રહેલી ઘાસ (ખળ)માં છાંટવાની ઝેરી દવાનું એક ઢાકણું પી લેતા ઝેરી અસર થઈ હતી. જેથી સગીરાને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે વડીયા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એસ.એલ. જાડેજા દ્વારા આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. રાજુલા તાલુકાના ડુંગર ગામે રહેતા તસ્લીમબેન શબ્બીરભાઇને અચાનક ઉધરસ ઉપડતા, તેમણે અંધારામાં કે ઉતાવળમાં પાણીયારા પર રાખેલી કફ સિરપની બાજુમાં રહેલી એસિડની બોટલને ભૂલથી દવા સમજી પી લીધી હતી.જેમાં યુવતીને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી.








































