અમરેલી જિલ્લામાં વિવિધ સ્થળેથી નશામાં ચૂર થઈને ફરતાં ૬ ઈસમો પકડાયા હતા. પીઠવડી, જાફરાબાદ, અમરેલી, અમરપુર (વરૂડી), વાવેરા, દામનગરમાંથી એક-એક મળી કુલ છ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતા મળી આવ્યા હતા. રાજુલાના ડોળીયા ગામે છાપરી ગામ જવાના રોડ પાસેથી બે લીટર તથા જાફરાબાદ નવા પુલ પાસેથી એક લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો.





































