લીલીયાના પુંજાપાદર ગામે સમસ્ત ગામ પરિવાર દ્વારા દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહલગ્ન સમારોહ આજે તા. ૮ ફેબ્રુઆરી રવિવારે યોજાશે. સમારોહના ઉદ્ઘાટક તરીકે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, કૌશિકભાઈ વેકરીયા અને લવજીભાઈ બાદશાહ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ મુજબ સવારે ૯ઃ૦૦ વાગ્યે જાન આગમન, ૯ઃ૩૦ વાગ્યે દીપ પ્રાગટ્ય, ૯ઃ૪૫ વાગ્યે સન્માન સમારોહ, ૧૧ઃ૦૦ વાગ્યે હસ્તમેળાપ, બપોરે ૧૨ઃ૦૦ વાગ્યે ભોજન અને ૩ઃ૦૦ વાગ્યે કન્યાવિદાય યોજાશે. ઉપરાંત સવારે ૭થી ૧૧ દરમિયાન રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. સમૂહલગ્નમાં ૧૦ યુગલો પ્રભુતામાં પગલા પાડશે. સાંસદ ભરતભાઈ સુતરીયા તથા ધારાસભ્યો મહેશભાઈ કસવાલા, જનકભાઈ તળાવિયા, હીરાભાઈ સોલંકી અને જે.વી. કાકડિયા સહિતના આગેવાનો હાજર રહેશે. કાર્યક્રમ સફળ બનાવવા આયોજિત બેઠકમાં અનેક આગેવાનો જોડાયા હતા. ત્રિદિવસીય કાર્યક્રમના ખર્ચ