દામનગર શહેરની સુંદરતા અને સ્વચ્છતા વધારવા માટે નાગરિકોમાં જાગૃતિ જોવા મળી રહી છે. ‘આપણું શહેર સ્વચ્છ શહેર’ અને ‘સ્વચ્છતા હી સેવા’ના સૂત્રો દ્વારા લોકોની સુખાકારી માટે સ્થાનિક તંત્ર સાથે સંકલન અને સહકારથી શહેર વધુ સ્વચ્છ બને તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ અંગે નાગરિકો દ્વારા એવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે કે, શહેરની પ્રાથમિક શાળા નંબર ૧ ની દીવાલને અડીને આવેલ જાહેર મુતરડી અને અવેડાની નિયમિત સાફ-સફાઈ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. જો આ સ્થળ તેમજ તેની આજુબાજુના વિસ્તારમાં પણ તંત્ર દ્વારા સફાઈ કરાવવામાં આવે તો શહેર વધુ સારું અને સ્વચ્છ બની શકે તેમ છે.