સમાજમાં કેન્સર જેવી ગંભીર બીમારી પ્રત્યે જાગૃતિ આવે અને લોકો વ્યસનમુક્ત બને તેવા ઉમદા હેતુ સાથે રાજુલા શહેરમાં ભવ્ય ‘કેન્સર અવેરનેસ વોકેથોન’નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સ અમરેલી જિલ્લા સંઘ, સ્પર્શ કેન્સર કેર, ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ અને બિમ્સ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.આ વોકેથોનમાં રાજુલા તાલુકાની કોવાયા પ્રાથમિક શાળા (શહીદ ભગતસિંહ સ્કાઉટ ટ્રુપ) અને શ્રી ચારોડિયા પ્રાથમિક શાળા (સુભાષચંદ્ર બોઝ સ્કાઉટ ટ્રુપ) ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે પી.આઈ. કોલાદરાએ વિદ્યાર્થીઓના ઉત્સાહને બિરદાવ્યો હતો અને સામાજિક જવાબદારી નિભાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.









































