રાજ્ય સરકાર દ્વારા ૨૦૦૫ પૂર્વે ભરતી થયેલા તમામ કર્મચારીઓને પેન્શનનો લાભ આપવા માટેનો નિર્ણય કરેલો હતો. જેમના પેન્શન મંજૂરી માટેની કાર્યવાહી ગાંધીનગર ખાતે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી અંતર્ગત કરવામાં આવી હતી. જેમાં પ્રથમ તબક્કામાં ૬૨૩ પેન્શન કેસ તેમજ તાજેતરના બીજા તબક્કામાં પૂર્તતા સાથેના ૯૫ કેસ મંજૂર કરવામાં આવતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીએ ૧૦૦% કામગીરી પૂર્ણ કરી નમૂના રૂપ કાર્ય કરેલ છે.
આ કામગીરી બદલ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહેન્દ્રભાઈ વિછીયા, ક્રિપાલસિંહ જાડેજા, રસિકભાઈ મહેતા, પ્રવીણભાઈ કસવાળા વગેરે હોદ્દેદારોએ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જી.એમ. સોલંકીને અભિનંદન પાઠવ્યા હતા, તેઓ હાલ નિરંતર શિક્ષણમાં બદલી થયેલ હોવા છતાં બાકી રહેલ કામગીરી પોતાના હસ્તક પૂર્ણ કરાવવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આગામી દિવસોમાં નવા મંજૂર થયેલા ૯૫ પેન્શન કેસને જીપીએફ નંબર ફાળવવા માટેની કામગીરી તુરંત શરૂ કરવામાં આવે તેવી શિક્ષક સંઘે માંગ કરેલ છે.