રાજુલામાં જાફરાબાદ રોડ ખાતે લોહાણા મહાજન વાડી પાછળ આવેલ રિદ્ધિ સિદ્ધિ ગજાનંદ મંદિરનો નવમો પાટોત્સવ તા.૨૯.૦૧.૨૦૨૬ બુધવારના રોજ ઉજવવામાં આવશે. આ પાવન પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના ભક્તજનો અને આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આયોજકો દ્વારા સર્વે ભક્તજનોને પરિવાર સાથે પધારવા આમંત્રણ છે. મહાયજ્ઞ ૨૯.૦૧.૨૦૨૬ સવારે ૮.૦૦થી ૫.૦૦ સુધી રહેશે. સાંજે ૪.૩૦ કલાકે બીડુ હોમાશે. ત્યારપછી સાંજે ૭.૩૦ કલાકે મહાપ્રસાદ યોજાશે.









































