વડીયાના રહેવાસી ખેડૂત બાઈક પર પોતાના કામ અર્થે વડીયા-મોરવાડા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક એક શ્વાન બાઈક આડે આવી જતાં ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે, બાઈક રોડ પર પટકાયું હતું. અકસ્માત થતાની સાથે જ આસપાસના વાડી વિસ્તારમાં કામ કરતા સ્થાનિક ખેડૂતો અને રસ્તેથી પસાર થતા રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. લોકોએ ૧૦૮ને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ૧૦૮ની ટીમે ઇજાગ્રસ્ત ખેડૂતને પ્રાથમિક સારવાર આપી હતી. તેમને વધુ સારવાર અર્થેે જેતપુર હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.