રાજુલા ખાતે આગામી તા.૮ જાન્યુઆરીના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વ. દિનેશભાઈ લાલજીભાઈ સરવૈયાની ૧૦મી પુષ્ણતિથિ નિમિત્તે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જરૂરીયાતમંદ દર્દીઓને રક્તની અછત ન પડે તે માટે શ્રી બાપા સીતારામ સેવા સમિતિ રાજુલા દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાથોસાથ આ જ દિવસે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રક્તદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લેવા માટે આયોજક સાગર સરવૈયાએ અનુરોધ કર્યો છે.







































