ચલાલા તાલુકાના લાખાપાદર ગામની બ્રાંચ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા બ્રાંચ પોસ્ટ માસ્ટર વિરુદ્ધ ગ્રાહકોના રૂપિયાની ઉચાપત કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોસ્ટ માસ્ટરે લાંબા સમયગાળા દરમિયાન વીમા પોલિસી અને ટાઇમ ડિપોઝિટના ગ્રાહકો પાસેથી ઉઘરાવેલી રકમ સરકારી હિસાબમાં જમા ન કરાવી અંગત ઉપયોગમાં લીધી હોવાનું સામે આવ્યું હતું. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, લાખાપાદર બ્રાંચ પોસ્ટ ઓફિસના પૂર્વ પોસ્ટ માસ્ટર (આરોપી) દ્વારા તેમના ફરજકાળ દરમિયાન તા. ૦૫/૨૦૧૫ થી તા. ૦૮/૨૦૨૧ના સમયગાળામાં આ નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી હતી. આરોપીએ વીમા પોલિસીના બે ધારકો અને ટાઇમ ડિપોઝિટના એક ધારક પાસેથી અલગ-અલગ સમયે કુલ રૂ.૬૫,૯૫૦ની રકમ ઉઘરાવી હતી અને પોસ્ટ વિભાગની બુકોમાં તો તેની નોંધ કરી આપી હતી, પરંતુ પોસ્ટ વિભાગના રજિસ્ટરોમાં તેની નોંધ કરી ન હતી. આમ, ગ્રાહકો પાસેથી ઉઘરાવેલી આ રકમ પોસ્ટ વિભાગના સરકારી હિસાબમાં જમા ન કરાવીને પોસ્ટ માસ્ટરે કુલ રૂ.૬૫,૯૫૦ની રકમની ઉચાપત કરી હતી. પોસ્ટ વિભાગના ગ્રાહકો અને વિભાગ સાથે છેતરપિંડી આચરવા બદલ સંબંધિત અધિકારી દ્વારા પૂર્વ પોસ્ટ માસ્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.








































