રાજુલામાં એક યુવકને માર્કેટિંગ કરી ઘરબેઠા રૂપિયા કમાવવાની લાલચ ભારે પડી હતી. યુવકે રપિયા ૨.૬૬ લાખ ગુમાવ્યા હતા. આ અંગે ઇરફાનભાઇ મહમદભાઇ શેખ (ઉ.વ.૩૫)એ ત્રણ ટેલીગ્રામ યુઝર્સ સામે ફરિયાદ નોંધાવી હતી.
જે મુજબ આ ત્રણેય ટેલીગ્રામ યુઝર્સે ઘરબેઠા જોબ માટે ઓફર કરી હતી. તેમજ મેસેજ કરી જોબ અંગે સમજાવી વિશ્વાસમાં લીધા હતા. તેમજ કંપનીમાં માર્કેટિંગ કરી ઘરેબેઠા રૂપિયા કમાવવાની લાલચ આપી હતી. જોબ ઓફરના નામે અલગ અલગ એકાઉન્ટ નંબર આપી તેમાં રૂપિયા ૨,૬૨,૫૦૦ ટ્રાન્સફર કરાવી લીધા હતા.