સાવરકુંડલાના ભાજપ નેતા ચેતન માલાણીએ રાજીનામું આપ્યું છે. તેમણે સરકાર દ્વારા જાહેર કરાયેલા દસ હજાર કરોડના સહાય પેકેજને ખેડૂતોની મશ્કરી સમાન ગણાવ્યું છે. ચેતન માલાણી સાવરકુંડલા ભાજપના પૂર્વ મહામંત્રી અને છઁસ્ઝ્રના ડિરેક્ટર છે. તેમણે સરકાર પર ખેડૂતો સાથે અન્યાય કરવાનો આરોપ લગાવ્યો છે. ચેતન માલાણીએ જણાવ્યું કે સરકારે ખેડૂતોને હજુ વધુ સહાય આપવા અંગે વિચારવું જોઈએ. તેમના મતે, સરકારે રૂ. ૧૦ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે, પરંતુ ખેડૂતોને કપાસ, મગફળી, ડુંગળી, સોયાબીન અને અન્ય ખેત જણસોના વાવેતર પાછળ મોટો ખર્ચ થયો છે. વાવેતર માટે મજૂરીનો ખર્ચ પણ લાગે છે. તેમણે સરકારને આ મુદ્દે ફરીથી વિચારણા કરીને ખેડૂતોને પૂરતી સહાય મળે તેવી માંગ કરી છે.








































