વલસાડ જિલ્લામાં ડ્રગ્સ વિરુદ્ધની સૌથી મોટી કાર્યવાહી બહાર આવી છે. ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ ગુપ્ત માહિતીના આધારે અટગામ ગામ ખાતે ચાલી રહેલી એક ગુપ્ત ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ડીઆરઆઇની ટીમે અંદાજે ૨૦ કરોડ રૂપિયાથી વધુ કિંમતનો ૧૧૪ કિલોગ્રામ પ્રવાહી સ્વરૂપનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે.આ ફેક્ટરીમાં ચાલતા ગેરકાયદે ઉત્પાદન કાર્યને જાઈ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, કારણ કે દેખાવમાં આ ફેક્ટરી સામાન્ય રસાયણિક (કેમિકલ) યુનિટ જેવી લાગતી હતી, પરંતુ અંદર હાઈ-વેલ્યુ નાર્કોટિક્સ બનાવવામાં આવતી હતી.ડીઆરઆઇને છેલ્લા થોડા સમયથી સુત્રો મારફતે માહિતી મળી રહી હતી કે વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોઈ ગુપ્ત લેબોરેટરી મારફતે નાર્કોટિક્સ તૈયાર થઈ રહ્યું છે. ટીમે આ માહિતીની તપાસ કર્યા બાદ અટગામ ગામે આવેલી એક ભાડે લીધી દુકાન અને ગોડાઉન જેવા મકાન પર ગુપ્ત રેડની યોજના બનાવી.ડીઆરઆઇની ટીમે મોડી રાત્રે રેડ મારી હતી, અને ત્યાં મળેલા પુરાવા ચોંકાવનારા હતા. અંદર અનેક કેમિકલના ડ્રમ, મિક્સિંગ મશીનો, માપન ઉપકરણો અને તૈયાર થતો પ્રવાહી ડ્રગ્સનો જથ્થો જાવા મળ્યો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ યુનિટ અશોક પીઠડીયા અને ચંદ્રકાંત છેડા નામના બે વ્યક્તીઓ ચલાવતા હતા. બંનેએ છેલ્લા બે વર્ષથી દુકાનો ભાડે રાખી હતી અને લોકલ સ્તરે તેઓ સામાન્ય કેમિકલ બિઝનેસ ચલાવે છે એવો ભાસ આપતા હતા. પરંતુ હકીકતમાં તેઓ પ્રવાહી સ્વરૂપમાં મફેડ્રોન અને અન્ય સિન્થેટિક ડ્રગ્સ જેવી પદાર્થોની પ્રોસેસિંગ અને તૈયારીઓ કરતા હતા. ફેક્ટરીમાં બે વર્કરો પણ રોજિંદું કામ કરતા હતા, જેમને પણ પોલીસે ઝડપ્યા છે.ડીઆરઆઇએ ફેક્ટરીમાંથી કુલ ૧૧૪ કિલોગ્રામ પ્રવાહી ડ્રગ્સ, વિવિધ રસાયણિક મિશ્રણો, કાચા માલના નમૂનાઓ, ઈલેક્ટ્રોનિક તોલમાપ ઉપકરણો અને અન્ય ડોક્્યુમેન્ટરી પુરાવાઓ જપ્ત કર્યા છે. આ તમામનો કુલ મૂલ્યાંકન લગભગ રૂ. ૨૦ કરોડથી વધુ થાય છે. વિશેષ રસાયણિક નિષ્ણાતોની ટીમે પણ સ્થળની તપાસ કરી અને અનુમાન લગાવ્યું કે ફેક્ટરીમાં શોર્ટ સર્કિટ અથવા અકસ્માતની શક્્યતા પણ ઊંચી હતી, કારણ કે સલામતીના કોઈ પણ નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું. ફેક્ટરીના બંને માલિકો અને બે વર્કરોને ઝડપીને ડ્ઢઇૈંએ કોર્ટ સમક્ષ રજુ કર્યા હતા. કોર્ટે ચારેય આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે, જેથી વધુ પૂછપરછ થઈ શકે કે આ જથ્થો ક્્યાં મોકલવાનો હતો અને તેમના સંપર્કો કયા નેટવર્ક સાથે જાડાયેલા હતા. તપાસના પ્રાથમિક તારણો મુજબ, આ ડ્રગ્સનું કાચું માલ ગુજરાતની બહારથી લાવવામાં આવતું હતું અને અહીં પ્રક્રિયા કર્યા પછી મુંબઈ તથા અન્ય શહેરોમાં પુરવઠો થતો હતો.હાલમાં ડીઆરઆઇની અલગ-અલગ ટીમો આ કેસ સાથે જાડાયેલી સપ્લાઈ ચેન અને નાણાંકીય વ્યવહારની તપાસ કરી રહી છે. ફોરેન્સિંગ અને  એફએસએલ ટીમ દ્વારા જપ્ત કરાયેલા પ્રવાહી નમૂનાઓની પરીક્ષણ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જા તપાસમાં પુરાવા મજબૂત નીકળે, તો એનડીપીએસ અધિનિયમ હેઠળ કડક કાર્યવાહી થશે. આ સાથે રાજ્યમાં ડ્રગ્સના નેટવર્કને ખતમ કરવા માટે પોલીસ અને વચ્ચે સંયુક્ત ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. અટગામ જેવા શાંત વિસ્તારમાં આવી ગેરકાયદે પ્રવૃત્તિ બહાર આવતા સ્થાનિક લોકોમાં ચકચાર મચી ગઈ છે. લોકો કહે છે કે આ ફેક્ટરી હંમેશા બંધ જ રહેતી હતી અને ફક્ત રાત્રિના સમયે જ અંદર લાઇટો ચાલુ થતી હતી. સ્થાનિક મ્યુનિસિપલ અને ગ્રામપંચાયત અધિકારીઓએ જણાવ્યું કે ફેક્ટરી માટે કોઈ લાયસન્સ અથવા અનુમતિ આપવામાં આવી નહોતી, એટલે હવે બિલ્ડીંગ અને દુકાનના માલિકની ભૂમિકા પણ તપાસાશે.વલસાડમાં થયેલી આ કાર્યવાહી રાજ્યમાં ડ્રગ્સના વધતા નેટવર્ક સામે મોટો સંકેત છે. ડીઆરઆઇની ઝડપી કાર્યવાહીથી એક મોટી ચેઇન તૂટી ગઈ છે. આગામી દિવસોમાં વધુ ખુલાસાઓ સામે આવી શકે છે, કારણ કે તપાસ હવે નાણાંકીય હિસાબ અને આંતરરાષ્ટ્રીય કનેક્શન તરફ જઈ રહી છે.આ કાર્યવાહી બતાવે છે કે ડ્રગ્સના વિરુદ્ધની લડતમાં તંત્ર સજાગ છે, અને નાના ગામડાં સુધી પહોંચેલા નેટવર્કને પણ તોડવાની તૈયારી કરી રહી છે.