પૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવનની કથિત ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લીકેશન સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કેસ  વન એકસ બી નામના ઓનલાઈન પ્લેટફોર્મ સાથે સંબંધિત છે, જે ગેરકાયદેસર સટ્ટાબાજી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું કહેવાય છે. અધિકારીઓએ આ કેસમાં તેમના સંભવિત પ્રમોશનલ અથવા ભાગીદારી  સંબંધોની તપાસ શરૂ કરી છે.ઈડીએ ધવનને ગુરુવારે સવારે ૧૧ વાગ્યે એજન્સીના મુખ્યાલયમાં હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું જેથી તેમનું નિવેદન નોંધી શકાય અને પ્રમોશન અને એન્ડોર્સમેન્ટ દ્વારા આ એપ સાથે તેમનો શું સંબંધ છે તે જાણી શકાય. ધવન હેડક્વાર્ટર પહોંચ્યા પછી તરત જ તેમની પૂછપરછ શરૂ થઈ ગઈ અને તેમણે તપાસકર્તાઓ સમક્ષ તેમનું નિવેદન નોંધાવ્યું. અગાઉ, ફેડરલ એજન્સીએ આ કેસમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાની પણ પૂછપરછ કરી હતી.૩૯ વર્ષીય ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરનું નામ કેટલીક જાહેરાતો દ્વારા આ એપ સાથે જાડાયેલું હોવાનું કહેવાય છે. પૂછપરછ દરમિયાન, ઈડ્ઢ એ સમજવા માંગે છે કે આ એપ સાથે તેમનો શું ભૂમિકા કે સંબંધ છે. ઈડી તપાસ કરી રહી છે કે શું શિખર ધવને આ સટ્ટાબાજી એપના પ્રમોશનમાં તેમની છબીનો ઉપયોગ કર્યો હતો અને બદલામાં કોઈ ચુકવણી કરી હતી. આ પૂછપરછ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ હાથ ધરવામાં આવી રહી છે અને ધવનનું નિવેદન પણ આ જ કાયદા હેઠળ નોંધવામાં આવશે. ઈડી આ ગેરકાયદેસર નેટવર્કમાં તેમની કોઈપણ નાણાકીય કે બિન-નાણાકીય ભાગીદારી શોધવાનો પ્રયાસ કરી રહી છે. આ તપાસ ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લીકેશન ૧ટમ્ી સાથે જાડાયેલી હોવાનું કહેવાય છે.અગાઉ પણ, ઈડીએ ઘણા મોટા નામોને પૂછપરછ માટે બોલાવ્યા હતા. તાજેતરમાં, આ જ કેસમાં દિલ્હીમાં ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાની પણ પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત, કેટલીક અન્ય કંપનીઓ અને ડિજિટલ પ્લેટફોર્મ પણ તપાસ હેઠળ આવ્યા છે. ગયા મહિને, ઈડ્ઢ એ બીજી ઓનલાઈન સટ્ટાબાજી એપ્લીકેશનના સંબંધમાં ઘણા રાજ્યોમાં દરોડા પાડ્યા હતા.ઈડી હાલમાં આવા ઘણા કેસોની તપાસ કરી રહી છે, જે ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લીકેશનો સાથે સંબંધિત છે. એજન્સી માને છે કે આવી સટ્ટાબાજી એપ્લીકેશનો માત્ર ગેરકાયદેસર નથી, પરંતુ તેમના દ્વારા મોટા પાયે મની લોન્ડરિંગ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. આ એપ્લીકેશનો પર લાખો લોકો અને રોકાણકારોને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો અથવા મોટી રકમનો કરચોરી કરવાનો આરોપ છે. આ કિસ્સામાં, ઈડીએ કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે, ખાસ કરીને તે જાહેરાતો પર જેમાં ફિલ્મ સ્ટાર્સ અને ક્રિકેટરોનો સમાવેશ થાય છે. આ એપિસોડમાં, ક્રિકેટરો અને ફિલ્મ હસ્તીઓની ભૂમિકા અંગે પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.શિખર ધવન પર અત્યાર સુધી કોઈ નક્કર આરોપની પુષ્ટિ થઈ નથી, પરંતુ ઈડીની પૂછપરછથી સ્પષ્ટ થાય છે કે એજન્સી આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માંગે છે. આવનારા સમયમાં આ કેસ સાથે જાડાયેલા વધુ મોટા નામો સામે આવે તેવી શક્યતા છે. બજાર સંશોધન એજન્સીઓ અને તપાસ સંસ્થાઓનો અંદાજ છે કે ભારતમાં લગભગ ૨૨ કરોડ લોકો વિવિધ ઓનલાઈન સટ્ટાબાજી એપ્લીકેશનનો ઉપયોગ કરે છે, જેમાંથી લગભગ અડધા (લગભગ ૧૧ કરોડ) નિયમિત વપરાશકર્તાઓ છે.નિષ્ણાતોનો અંદાજ છે કે ભારતનું ઓનલાઈન સટ્ટાબાજી બજાર ૧૦૦ બિલિયનથી વધુ છે અને તે દર વર્ષે લગભગ ૩૦ ટકાના દરે વધી રહ્યું છે. આ ઉપરાંત, સરકારે સંસદને જાણ કરી હતી કે વર્ષ ૨૦૨૨ થી જૂન ૨૦૨૫ ની વચ્ચે, ૧,૫૨૪ સૂચનાઓ જારી કરવામાં આવી હતી, જેમાં ઓનલાઈન સટ્ટાબાજી અને જુગાર પ્લેટફોર્મને બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.