અમરનાથ યાત્રા ૨૦૨૬ ટ્રેક સમારકામ અને જરૂરી જાળવણીને કારણે ૯ ઓગસ્ટથી સ્થગિત કરવામાં આવી છે. યાત્રાળુઓની યાત્રા માર્ગ પર સલામત અને સુગમ અવરજવર સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ વર્ષે ૩ જુલાઈથી શરૂ થયેલી ૫૭ દિવસની શ્રી અમરનાથ યાત્રા ૨૮ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ પવિત્ર ‘છડી મુબારક’ની પૂજા અને આગમન સાથે સમાપ્ત થશે. આ યાત્રા અનંતનાગ જિલ્લાના ચંદનવારી માર્ગ અને ગાંદરબલ જિલ્લાના બાલતાલ માર્ગથી એક સાથે શરૂ થઈ હતી.આ વર્ષે, યાત્રા અનંતનાગ જિલ્લાના ચંદનવારી અને ગાંદરબલ જિલ્લાના બાલતાલથી એક સાથે શરૂ થઈ હતી. અત્યાર સુધીમાં ૪.૮ લાખથી વધુ યાત્રાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી ચૂક્્યા છે.
તાજેતરના વરસાદને કારણે યાત્રા રૂટના કેટલાક સંવેદનશીલ ભાગો પર ટ્રેકનું સમારકામ અને જાળવણી જરૂરી બની છે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન આ ભાગોને સુરક્ષિત બનાવવા માટે કામ કરી રહ્યું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ખરાબ હવામાનની આગાહી પણ કરી છે.આ સંજાગોને ધ્યાનમાં રાખીને, યાત્રાળુઓની સલામતીને પ્રાથમિકતા આપતા, ૯ ઓગસ્ટ, ૨૦૨૬ થી ચંદનવારી અને બાલતાલ બંને રૂટ પરથી અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવશે. અધિકારીઓનું કહેવું છે કે ટ્રેકની Âસ્થતિ અને હવામાનને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. યાત્રાની ધાર્મિક પરંપરા અનુસાર, છારી મુબારક તેના પરંપરાગત પહેલગામ રૂટ દ્વારા આગળ વધશે, અને યાત્રા ૨૮ ઓગસ્ટના રોજ પવિત્ર ગુફામાં આગમન સાથે ઔપચારિક રીતે સમાપ્ત થશે.કાશ્મીરના વિભાગીય કમિશનર અંશુલ ગર્ગે યાત્રાળુઓને તેમની સલામતી માટે વહીવટ અને સંબંધિત અધિકારીઓ દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાનું પાલન કરવાની અપીલ કરી છે. વહીવટીતંત્ર યાત્રા રૂટ અને હવામાનની Âસ્થતિ પર સતત નજર રાખી રહ્યું છે.