સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા આયોજિત ૧૭૦ માં ‘વિચારોના વાવેતર’ કાર્યક્રમમાં કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું કે ભય, ક્રોધ, ચિંતા અને અહંકાર જેવી શાશ્વત સમસ્યાઓનો ખરો ઉકેલ મનને પરમ આનંદમાં રાખવું તે છે. નિજાનંદમાં રહેવા માટે તેમણે હંમેશા ખુશ રહેવું, સમત્વ ભાવ, સાક્ષી ભાવ, સમર્પણ સેવા ભાવ અને મૌન રહેવું જેવા પંચામૃત આપ્યા હતા. આ પ્રસંગે નિવૃત આચાર્ય અને લેખક ડા. બાલુભાઈ શેલડીયાએ ભગવદ્ ગીતાને જગતનું શ્રેષ્ઠ મનોવિજ્ઞાન અને શ્રીકૃષ્ણને સર્વશ્રેષ્ઠ મનોવૈજ્ઞાનિક ગણાવ્યા હતા. કાર્યક્રમ દરમિયાનCISFમાં પસંદગી પામેલ કાલાવડના ખાન ખોરડા ગામની ખેડૂતની દીકરી કુ. કૃતિ વિનોદભાઈ કોટડીયાનું સન્માન કરવામાં આવ્યું હતું, જે આ વર્ષે પસંદગી પામેલ ગુજરાતની માત્ર ત્રણ દીકરીઓમાંની એક છે. આ કાર્યક્રમનું સંકલન હાર્દિક ચાંચડ અને અંકિત સુરાણીએ કર્યું હતું.





































