ટીમે અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની વનડે શ્રેણીની શરૂઆત સાત વિકેટથી શાનદાર જીત સાથે કરી. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વનડે શ્રેણીની પહેલી મેચ ધર્મશાળા સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. વરસાદને કારણે, ટીમ ઇન્ડિયાને આ ૨૫ ઓવરની મેચમાં
૧૯૫ રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જે તેમણે ૨૨.૫ ઓવરમાં હાંસલ કર્યો. ટીમ ઇન્ડિયાના કેપ્ટન શુભમન ગિલની અણનમ ૮૪ રનની ઇનિંગને કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. ગિલે મેચમાં ૩,૦૦૦ વનડે રન પણ પૂરા કર્યા, જે સૌથી ઓછી ઇનિંગમાં આ સીમાચિહ્ન સુધી પહોંચનાર ભારતીય ખેલાડી બન્યો.
ભારતીય વનડે અને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રભાવશાળી ફોર્મમાં છે. ગિલે અફઘાનિસ્તાન સામેની પ્રથમ વનડેમાં પોતાનું ફોર્મ ચાલુ રાખ્યું, જેમાં ૧૧ ચોગ્ગા અને બે છગ્ગા સહિત ૬૬ બોલમાં અણનમ ૮૪ રન બનાવ્યા. આ ઇનિંગ દરમિયાન ગિલને ૩,૦૦૦ વનડે રન પૂરા કરવા માટે ફક્ત ૪૭ રનની જરૂર હતી, જે તેણે પ્રમાણમાં સરળતાથી હાંસલ કરી. ગિલ સૌથી ઓછી ઇનિંગમાં વનડે ફોર્મેટમાં ૩,૦૦૦ રનનો આંકડો પૂર્ણ કરનાર બીજા ખેલાડી પણ બન્યો. આ યાદીમાં દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ખેલાડી હાશિમ અમલા ટોચ પર છે, જેમણે માત્ર ૫૭ ઇનિંગ્સમાં ૩,૦૦૦ રન પૂરા કર્યા છે.
સૌથી ઓછી ઇનિંગ્સમાં ૩,૦૦૦ વનડે રન પૂરા કરનારા ખેલાડીઓઃ
હાશિમ અમલા (દક્ષિણ આફ્રિકા) – ૫૭ ઇનિંગ્સ
શુભમન ગિલ (ભારત) – ૬૨ ઇનિંગ્સ
શે હોપ – ૬૭ ઇનિંગ્સ
ફખર ઝમાન – ૬૭ ઇનિંગ્સ
ઇમામ-ઉલ-હક – ૬૭ ઇનિંગ્સ
અમે મિડલ અને ડેથ ઓવર્સમાં જારદાર વાપસી કરી.
ધર્મશાલા વનડેમાં વિજય બાદ પ્રેઝન્ટેશન સમારોહમાં શુભમન ગિલે કહ્યું, “અમે આ મેચને ટી ૨૦ મેચની જેમ જાઈ રહ્યા હતા.” મને લાગે છે કે અમે જે રીતે શરૂઆત કરી અને પછી તેઓએ રમત અમારી પાસેથી છીનવી લીધી. ગુરબાઝે શાનદાર બેટિંગ કરી અને સદી ફટકારી. પરંતુ મને લાગે છે કે અમે મિડલ ઓવર અને ડેથ ઓવરમાં જે રીતે વાપસી કરી તે શાનદાર હતી. સાચું કહું તો, મને લાગે છે કે આ પિચ બેટિંગ માટે ખૂબ સારી હતી. આ મેચમાં ડેબ્યૂ કરી રહેલા ગુર્નૂર બ્રાર અને હર્ષ દુબેની પ્રશંસા કરતા ગિલે કહ્યું કે ગુર્નૂર જે રીતે બોલને સ્વિંગ કરતો હતો અને તેને યોગ્ય લેન્થ પર બોલ કરતો હતો તે મને ખરેખર ગમ્યું. હર્ષે પણ પોતાનામાં આત્મવિશ્વાસ બતાવ્યો અને વાપસી કરી અને પોતાની પહેલી ઓવરમાં ૧૬-૧૭ રન આપ્યા છતાં ત્રણ વિકેટ ઝડપી.













































