મધ્યપ્રદેશના રતલામ જિલ્લાની એક કોર્ટે ૨૦૨૦ માં લૂંટ દરમિયાન એક જ પરિવારના ત્રણ સભ્યોની હત્યાના કેસમાં ત્રણ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે અને તેમને આજીવન કેદની સજા ફટકારી છે. વધારાના સરકારી વકીલ સમર્થ પાટીદારે શનિવારે આ માહિતી આપી. એડિશનલ સેશન્સ જજ રાજેશ નામદેવે અનુરાગ ઉર્ફે બોબી પરમાર (૩૩), ગૌરવ ઉર્ફે ગોલુ બિલવાલ (૨૯) અને લાલા ઉર્ફે ભરત ભાભોર (૨૭) ને દોષિત ઠેરવ્યા અને ત્રણેય હત્યાઓ માટે આજીવન કેદ અને દંડ ફટકાર્યો.
પાટીદારે જણાવ્યું કે કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો. આ કેસના ચોથા આરોપી દિલીપ દેવાલનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું હતું. ફરિયાદ પક્ષના જણાવ્યા મુજબ, ગોવિંદ સોલંકી, તેની પત્ની શારદા અને પુત્રી દિવ્યાને ૨૫ નવેમ્બર, ૨૦૨૦ ના રોજ દેવ દિવાળી દરમિયાન રાજીવ નગર વિસ્તારમાં તેમના ઘરે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બીજા દિવસે પ્રકાશમાં આવી જ્યારે પરિવારના ભાડૂઆત, જેવેલિકા તેમના ખબરઅંતર પૂછવા આવ્યા. પાટીદારે જણાવ્યું કે પોલીસ ટીમે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓની મદદથી કેસ ઉકેલ્યો. તેમણે કહ્યું કે આરોપીઓની રતલામ અને પડોશી રાજ્ય ગુજરાતથી ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદીના જણાવ્યા મુજબ, પોલીસ ટીમ નજીક આવતાં દેવલે ગોળીબાર કર્યો અને બદલાની કાર્યવાહીમાં તેનું મોત થયું. રતલામમાં તેના ભાડાના મકાનની તપાસ દરમિયાન, એક પિસ્તોલ, કારતૂસ, ઘરેણાં અને અન્ય ગુનાહિત સામગ્રી મળી આવી હતી.
કોર્ટે સંજાગોવશાત્ પુરાવા, ડીએનએ અને બેલિસ્ટીક રિપોર્ટ્‌સ, સીસીટીવી ફૂટેજ, શત્રોની જપ્તી, લોહીથી ખરડાયેલા કપડાં, ચોરાયેલા ઘરેણાં અને અન્ય વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે આરોપીને દોષિત ઠેરવ્યો હતો. ટ્રાયલ દરમિયાન, ફરિયાદ પક્ષે ૩૩ સાક્ષીઓ રજૂ કર્યા. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ લૂંટ માટે દેવ દિવાળીની રાત પસંદ કરી કારણ કે તેઓ માનતા હતા કે ફટાકડાના અવાજથી ગોળીબારનો અવાજ દબાઈ જશે. જાકે, પોલીસે આખરે ત્રણેય આરોપીઓની નાપાક યોજનાઓને નિષ્ફળ બનાવી દીધી અને સમગ્ર કેસનો પર્દાફાશ કર્યો. હવે, આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.