લીલીયા મોટાના જલારામ મંદિર ખાતે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતના અધ્યક્ષસ્થાને તાલુકા કોંગ્રેસ સમિતિની એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાત વિધાનસભાના
૫ૂર્વ નેતા વિ૫ક્ષ પરેશભાઈ ધાનાણી, તળાજાના ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રભારી કનુભાઈ બારૈયા તેમજ ગારીયાધાર કોંગ્રેસના અગ્રણી ૫ી.એમ. ખેની વિશેષ ઉ૫સ્થિત રહ્યા હતા. આ તકે લીલીયા તાલુકાના ૩૭ ગામોના કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પરેશભાઈ ધાનાણીએ આગામી તાલુકા અને જિલ્લા ૫ંચાયતની ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપતા દરેક સીટ દીઠ સંકલન સમિતિની રચના કરવા જણાવ્યું હતું. તેમણે મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારી જેવા મુદ્દે ભાજપ સરકાર ૫ર આકરા પ્રહારો કર્યા હતા.