અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચનાથી લાઠી પોલીસ મથકે પી.આઈ. એસ.એમ. સોનીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. આગામી હોળી, ધૂળેટી અને રમઝાન જેવા પવિત્ર તહેવારો શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તેવો મુખ્ય ઉદ્દેશ્ય આ બેઠકનો રહ્યો હતો. જેમાં સ્થાનિક અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા હિન્દુ-મુસ્લિમ બિરાદરો એકતા સાથે તહેવારોની ઉજવણી કરે તે માટે ચુસ્ત આયોજન કરવામાં આવ્યું છે.







































