રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી રવિરાજભાઈ બી. વરુનું અમરેલી એસ.પી. સંજય ખરાત દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત પ્રશંસાપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. બારપટોળી ગામના પ્રતાપભાઈ ભીમભાઈની અરજીના આધારે આશરે રૂ. ૧૫ લાખના ઘરેણાં પરત મેળવવામાં રવિરાજભાઈ એ કામગીરી કરી હતી. ઘરેણાં પરત મળતા ફરિયાદીને સોંપવામાં આવ્યા હતા. આ કામગીરીમાં તેમની સૂઝબૂઝ અને મહેનતની નોંધ લેવાઈ હતી.









































