રાજુલા તાલુકાના ભાવનગર-સોમનાથ હાઈવે પર આજે ફરી એકવાર રક્તરંજિત અકસ્માતની ઘટના સામે આવી છે. રાજુલાના છતડીયા ગામ પાસે સિમેન્ટ ભરેલા બલ્કર અને ટાટા ૪૦૭ ટેમ્પા વચ્ચે જોરદાર અથડામણ થતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટેમ્પોમાં સવાર મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી અને હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી વિગતો અનુસાર ઊંચા કોટડા દર્શન કરી અને ડેડાણ ખાતે
આભાર – નિહારીકા રવિયા માનતા પૂરી કરીને પરત ફરી રહેલો પરિવાર અકસ્માતનો ભોગ બન્યો હતો. આ ટેમ્પામાં અંદાજે ૫૦ જેટલા લોકો સવાર હતા. આ ગંભીર દુર્ઘટનામાં ૨૦ વર્ષીય ઓમ શિવા બારીયા, ૪૦ વર્ષીય નરેશ ગોહિલ, ૫૦ વર્ષીય જહા બાબરીયા, ૧૯ વર્ષીય હર્ષા ભાલીયા, ૧૬ વર્ષીય ઘનશ્યામ ભાલીયા અને ૭૫ વર્ષીય
વૃધ્ધા દેવુબેન બારીયા સહિત કુલ છ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે રાજુલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ અને રાહત ટીમોએ પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.