ગોંડલના ગુંદાળા રોડ સ્થિત શાંતિનગરમાં રહેતા ૪૦ વર્ષીય ગૃહિણી નિમિષાબેન ઘેટીયાએ ઘરે પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. મૃતક મહિલાએ ૧૦ દિવસ પહેલાં સોનાના દાગીના પર લોન લીધી હતી અને તબક્કાવાર આશરે રૂ. ૨ લાખ જેટલી રકમ અજાણ્યા વ્યÂક્તને ઓનલાઈન ટ્રાન્સફર કરી હોવાનું સામે આવ્યું છે. મહિલા ઓનલાઈન ઠગાઈ અથવા ‘ડિજિટલ એરેસ્ટ’ જેવા સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોવાની પરિવારજનો દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ ગોંડલ સિટી મ્-ડિવિઝન પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.મળતી માહિતી અનુસાર, ગોંડલના ગુંદાળા રોડ Âસ્થત શાંતિનગરમાં રહેતા નિમિષાબેન ઘેટીયા (ઉં.વ. ૪૦) નામના ગૃહિણીએ પોતાના ઘરે પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનોને ઘટનાની જાણ થતાં જ અરેરાટી વ્યાપી ગઈ હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે મૃતક નિમિષાબેને આશરે ૧૦ દિવસ પહેલાં પોતાના સોનાના દાગીના ગીરવે મૂકીને લોન લીધી હતી. આ લોનની રકમમાંથી તેમણે તબક્કાવાર આશરે રૂ. ૨ લાખ જેટલી રકમ અજાણ્યા વ્યÂક્તઓને ઓનલાઈન ટ્રાન્સફર કરી હતી. પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી છે કે મહિલા સાયબર વિઝાર્ડ્‌સ કે ઠગો દ્વારા ‘ડિજિટલ એરેસ્ટ’ અથવા ઓનલાઈન ફ્રોડનો શિકાર બની હતી, જેના માનસિક તણાવમાં આવીને તેમણે આ અંતિમ પગલું ભર્યું હોઈ શકે છે.ઘટનાની જાણ થતાં જ ગોંડલ સિટી બી-ડિવિઝન પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકે તે માટે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.હાલ પોલીસે મૃતક ગૃહિણીના મોબાઈલ ફોનની વિગતો, કોલ ડિટેલ્સ અને બેંક એકાઉન્ટના ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીના આધારે તપાસ તેજ કરી છે જેથી આ સાયબર ફ્રોડ પાછળ કોનો હાથ છે તેનો ખુલાસો થઈ શકે.