મધ્યપ્રદેશમાં ખાલી પડેલી રાજ્યસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચ તરફથી મળેલી માહિતી અનુસાર, ડા. એલ. મુરુગનના રાજીનામા બાદ ૧૪ ઓક્ટોબરે મધ્યપ્રદેશમાં રાજ્યસભા બેઠક ખાલી પડી હતી. આ બેઠક માટે મતદાન હવે ૧૨ નવેમ્બરે થશે, અને મતગણતરી પણ તે જ દિવસે થશે.ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, પેટાચૂંટણીનું જાહેરનામું ૨૬ ઓક્ટોબરે બહાર પાડવામાં આવશે. ઉમેદવારો ૨ નવેમ્બર સુધી ઉમેદવારી નોંધાવી શકશે. ઉમેદવારી પત્રોની ચકાસણી ૩ નવેમ્બરે થશે, જ્યારે ઉમેદવારો ૫ નવેમ્બર સુધી ઉમેદવારી પાછી ખેંચી શકશે.સમયપત્રક મુજબ, ૧૨ નવેમ્બરે સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા સુધી મતદાન થશે. ત્યારબાદ તે જ દિવસે સાંજે ૫ વાગ્યે મતગણતરી શરૂ થશે. ચૂંટણી પંચે ૧૬ નવેમ્બર સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી એલ. મુરુગને ૧૪ ઓક્ટોબરે રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું. જેના પરિણામે મધ્યપ્રદેશની રાજ્યસભા બેઠક ખાલી પડી. તેમનો કાર્યકાળ એપ્રિલ ૨૦૩૦ સુધીનો હતો. હવે, ચૂંટણી પંચે આ ખાલી બેઠક ભરવા માટે પેટાચૂંટણીનું સમયપત્રક જાહેર કર્યું છે.










































