પોલેન્ડના નાયબ વિદેશ પ્રધાન, વાલાદિસ્લાવ ટેઓફિલ બાર્ટોસેવસ્કીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજદ્વારી ભૂમિકાની પ્રશંસા કરતી વખતે બોલ્ડ દાવો કર્યો છે. બાર્ટોશેવસ્કીએ કહ્યું કે ૨૦૨૨ ના અંતમાં યુક્રેનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને વ્યૂહાત્મક પરમાણુ શ†ોનો ઉપયોગ કરતા અટકાવવામાં વડા પ્રધાન મોદીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે કહ્યું કે રાષ્ટÙપતિ પુતિન વડા પ્રધાન મોદીને ગંભીરતાથી સાંભળે છે અને તેમના મંતવ્યોનો આદર કરે છે.એક પત્રકાર પરિષદમાં, બાર્ટોશેવસ્કીએ જણાવ્યું કે પીએમ મોદી વિશ્વના એક આદરણીય અને પ્રભાવશાળી રાજકારણી છે. તેમણે કહ્યું, “ભારત લાંબા સમયથી રશિયા સાથે અને તે પહેલાં, સોવિયેત યુનિયન સાથે સારા સંબંધો ધરાવે છે. રાષ્ટÙપતિ પુતિન ખરેખર વડા પ્રધાન મોદી શું કહે છે તેના પર ધ્યાન આપે છે. વડા પ્રધાન મોદી એવા થોડા નેતાઓમાંના એક છે જે રાષ્ટ્રીપતી પુતિનને પ્રભાવિત કરી શકે છે. જા ભારત ઈચ્છે તો, તે રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે પોતાના પ્રભાવનો ઉપયોગ કરી શકે છે. વડા પ્રધાન મોદીએ ૨૦૨૨ ના અંતમાં યુક્રેનમાં વ્યૂહાત્મક પરમાણુ શ†ોનો ઉપયોગ અટકાવવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.”તેમણે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ પર ભારતના વલણની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ભારતનો અભિગમ સાચો છે. ભારત એક મોટો અને મહત્વપૂર્ણ દેશ છે, જેની અર્થવ્યવસ્થા તેલ અને ગેસના અવિરત પુરવઠા પર ખૂબ આધાર રાખે છે. તેમણે નોંધ્યું કે પોલેન્ડ પણ ઈરાન સાથે સંપર્ક જાળવી રહ્યું છે અને સ્પષ્ટ કર્યું છે કે તેની પ્રાથમિકતા રાજદ્વારી ઉકેલ છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન મોદીની જેમ પોલેન્ડ પણ વાતચીત અને સમજણ દ્વારા ઉકેલ શોધવાનો પ્રયાસ કરે છે, જાકે અત્યાર સુધી તેની મર્યાદિત અસર થઈ છે.એ નોંધવું જાઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફેબ્રુઆરી ૨૦૨૨ માં શરૂ થયું હતું અને હજુ પણ ચાલુ છે. દરમિયાન, ગયા મહિને સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમ દરમિયાન, રશિયન રાષ્ટÙપતિ વ્લાદિમીર પુતિને ભારતને ‘મહાન દેશ’ ગણાવ્યો હતો. તેમણે ભારતની સ્વતંત્ર વિદેશ નીતિની પ્રશંસા કરતા કહ્યું હતું કે ભારત તેના રાષ્ટÙીય હિતોને અનુરૂપ તમામ દેશો સાથે સંબંધો વિકસાવી રહ્યું છે, જે સંપૂર્ણપણે સ્વાભાવિક છે. પુતિને આડકતરી રીતે અમેરિકા પર નિશાન સાધતા કહ્યું હતું કે,”રશિયા સાથે સહયોગ અંગે ભારત પર દબાણ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કોઈપણ પ્રકારનું દબાણ આંતરરાષ્ટ્રીય અને દ્વિપક્ષીય સંબંધો માટે હાનિકારક છે. આ દબાણ કયા દેશથી આવે છે તેનાથી કોઈ ફરક પડતો નથી.”રાષ્ટ્રપતિ પુતિને ભારતની આર્થિક પ્રગતિની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ભારત વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓમાંની એક છે અને તેનો આર્થિક વિકાસ દર સૌથી ઝડપી છે. તેમના મતે, આ સફળતા આપમેળે આવી નથી, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારની સતત મહેનત અને નીતિઓનું પરિણામ છે. પુતિને એમ પણ કહ્યું કે ભારત અને રશિયા વચ્ચે એક ખાસ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી છે, જેને બંને દેશો વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.