ભાવનગર જિલ્લાના પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં ભૂગર્ભ પાણીની ટાંકીના કામને લઈને ગંભીર ગેરરીતિ સામે આવી છે. હોસ્પિટલમાં અંદાજે ૨.૫૫ લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકીનું કામ સ્થળ પર થયું જ ન હોવા છતાં રૂ.૫૦.૪૩ લાખનું બિલ મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યું હતું. મામલો સામે આવતા આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ આશરે ૧૩ દિવસ પહેલાં પાલીતાણાની સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન હોÂસ્પટલ માટે મંજૂર કરવામાં આવેલી ભૂગર્ભ પાણીની ટાંકી સ્થળ પર જાવા મળી નહોતી. ત્યારબાદ થયેલી તપાસમાં સામે આવ્યું હતું કે ટાંકીનું કામ સ્થળ પર પૂર્ણ થયું ન હોવા છતાં તેના માટે લાખો રૂપિયાનું બિલ વડી કચેરીમાં મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું.મામલાની ગંભીરતા ધ્યાનમાં લેતાં આરોગ્ય મંત્રીએ તાત્કાલિક વીડિયો કોન્ફરન્સ યોજીને પાલીતાણા હોસ્પિટલ અને પ્રોજેક્ટ ઈમ્પ્લીમેનટેશન યુનિટના સંબંધિત અધિકારીઓ પાસેથી સમગ્ર ઘટનાક્રમની વિગતો મેળવી હતી. કામ થયા વગર બિલ કેવી રીતે તૈયાર થયું અને મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યું તે અંગે જવાબદાર અધિકારીઓની ભૂમિકા પર ગંભીર સવાલો ઊભા થયા છે.આ મામલામાં જવાબદારી નક્કી થતાં ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર મેહુલ દવે અને નાયબ કાર્યપાલક ઈજનેર એન. વી. કાલીયા સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. બંને ઈજનેરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.આ ઉપરાંત સમગ્ર પ્રકરણમાં તેમની ભૂમિકાને લઈને પોલીસ ફરિયાદ સહિતની કાયદાકીય કાર્યવાહી માટે પણ સૂચના આપવામાં આવી છે.આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી ધર્મનંદન કન્સ્ટ્રકશન, સુરત સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કામ પૂર્ણ કર્યા વિના બિલ રજૂ કરવાના મામલે કંપનીને બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરવા માટે સંબંધિત તંત્રને સૂચના આપવામાં આવી છે.સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે, સ્થળ પર કામ થયું ન હોવા છતાં રૂ.૫૦.૪૩ લાખનું બિલ કયા આધારે તૈયાર થયું અને તે મંજૂરી માટે વડી કચેરી સુધી કેવી રીતે પહોંચ્યું? હવે આ સમગ્ર પ્રક્રિયામાં અન્ય કોઈ અધિકારી અથવા જવાબદાર વ્યÂક્તની ભૂમિકા હતી કે નહીં તેની પણ તપાસ મહત્વપૂર્ણ બનશે.આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ સ્પષ્ટ કર્યું છે કે સરકારી આરોગ્ય સેવાઓ અને વિકાસકાર્યો માટે ફાળવવામાં આવતા જાહેર નાણાંના ઉપયોગમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે બેદરકારી સહન કરવામાં આવશે નહીં. હાલ બે ઈજનેરો સામે કાર્યવાહી થઈ ચૂકી છે, જ્યારે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા આગળ વધી રહી છે. હવે પોલીસ તપાસ અને વિભાગીય કાર્યવાહીમાં આ ‘ટાંકી વગરના રૂ.૫૦.૪૩ લાખના બિલ’ પાછળ જવાબદાર અન્ય લોકો સામે પણ કાર્યવાહી થાય છે કે નહીં તેના પર નજર રહેશે.