પશ્ચિમ એશિયા કટોકટીઃ કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે ફરી વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો. આ મામલો હિંદ મહાસાગરમાં ઈરાની યુદ્ધ જહાજ ડૂબવા સાથે સંબંધિત છે. એવો આરોપ છે કે એક અમેરિકન સબમરીન શ્રીલંકા નજીક જહાજ પર હુમલો કરી હતી. રાહુલ ગાંધીએ આ ઘટના પર વડા પ્રધાન મોદીના મૌન પર સવાલ ઉઠાવ્યા છે.
રાહુલ ગાંધીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં કહ્યું કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષ હવે ભારતના દરવાજા સુધી પહોંચી ગયો છે. તેમણે વડા પ્રધાન મોદી પર ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતાનો ત્યાગ કરવાનો આરોપ લગાવ્યો. રાહુલે કહ્યું કે આવા સમયે દેશને સ્થિર નેતૃત્વની જરૂર છે.
તેમણે આગળ લખ્યું, “આ સંઘર્ષ આપણા દરવાજા સુધી પહોંચી ગયો છે; હિંદ મહાસાગરમાં એક ઈરાની યુદ્ધ જહાજ ડૂબી ગયું છે. છતાં વડા પ્રધાને કંઈ કહ્યું નથી. તેના બદલે, ભારતના એક સમાધાનકારી વડા પ્રધાન છે જેમણે આપણી વ્યૂહાત્મક સ્વાયત્તતાનો ત્યાગ કર્યો છે.”
ઈરાની યુદ્ધ જહાજ, આઇરિસ દેના, વિશાખાપટ્ટનમમાં આયોજિત આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યૂ ૨૦૨૬ અને મિલાન ૨૦૨૬ માં ભાગ લીધા પછી પરત ફરી રહ્યું હતું. ભારતે આ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે આ જહાજને આમંત્રણ આપ્યું હતું.
રાહુલ ગાંધીએ ખાડી ક્ષેત્રમાં વધતા તણાવને કારણે ભારતના તેલ પુરવઠા પર ખતરો અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું, “ભારતનો તેલ પુરવઠો જાખમમાં છે કારણ કે આપણી આયાતનો ૪૦ ટકાથી વધુ ભાગ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે.એલપીજી અને એલએનજી માટે પરિસ્થિતિ વધુ ખરાબ છે.”
ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલે કહ્યું કે ‘આઇરિસ દેના’ એ ફક્ત ભારતના આમંત્રણ પર જ આ નૌકાદળ કવાયતોમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે યુએસ હુમલાએ ભારતની સંવેદનશીલતાને અવગણી હતી. સિબ્બલના મતે, જહાજ નિઃશ† હતું કારણ કે જહાજા આવી કવાયતોમાં દારૂગોળો લઈ જઈ શકતા નથી.
સિબ્બલે કહ્યું કે આ હુમલો આયોજનબદ્ધ હતો કારણ કે અમેરિકાને કવાયતમાં ઈરાની જહાજની હાજરીની જાણ હતી. યુનાઇટેડ સ્ટેટ્સને પણ આ કવાયતમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લી ઘડીએ પાછું ખેંચી લીધું, કદાચ આ કામગીરીને કારણે. તેમણે કહ્યું કે ભારતની નૈતિક જવાબદારી છે કારણ કે તેઓ અમારા મહેમાન હતા.
આ દરમિયાન, ઈરાનના વિદેશ પ્રધાન સૈયદ અબ્બાસ અરાઘચીએ કહ્યું છે કે યુનાઇટેડ સ્ટેટ્સ તેના કાર્યોનો પસ્તાવો કરશે. એકસ પરની એક પોસ્ટમાં, તેમણે કહ્યું, “યુનાઇટેડ સ્ટેટ્સે ઈરાનના દરિયાકાંઠેથી ૨,૦૦૦ માઇલ દૂર સમુદ્રમાં એક જઘન્ય ગુનો કર્યો છે. ભારતીય નૌકાદળના મહેમાન ફ્રિગેટ ડેના પર ચેતવણી વિના હુમલો કરવામાં આવ્યો હતો.”
યુએસ યુદ્ધ સચિવ પીટ હેગસેથે પુષ્ટિ કર્યા પછી અરાઘચીનું આ નિવેદન આવ્યું છે કે ઈરાની જહાજને યુએસ સબમરીન દ્વારા ડૂબાડવામાં આવ્યું હતું. તેમણે ચેતવણી આપી હતી કે યુએસને આ ઘટના પર ખૂબ જ પસ્તાવો થશે.
અહેવાલો અનુસાર, ઈરાની જહાજમાં આશરે ૧૮૦ લોકો સવાર હતા. શ્રીલંકાના નૌકાદળે અહેવાલ આપ્યો છે કે તેણે ૮૭ મૃતદેહો બહાર કાઢ્યા છે અને ૩૨ લોકોને બચાવ્યા છે. બચાવેલા લોકોને ટાપુના દક્ષિણમાં સ્થિત ગેલે શહેરની એક હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.










































