ધોરાજીમાં વર્લ્ડ મેમણ ઓર્ગેનાઈઝેશન (WMO) યુથ વિંગ દ્વારા આગામી તારીખ ૨૮/૧૨/૨૦૨૫ ને રવિવારના રોજ હાડકા અને ચામડીના રોગો માટે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પોઠીયાવાલા જમાત ખાતે યોજાનારા આ કેમ્પમાં નિષ્ણાત તબીબો સેવા આપશે અને દર્દીઓની તપાસ કરશે. આ કેમ્પમાં ઓર્થોપેડિક સર્જન ડોક્ટર પ્રતિક ટાંક, ડર્મેટોલોજિસ્ટ ડો. ફોરમ ટાંક તેમજ ડોક્ટર નાઝીલ મજગુલ પોતાની વિશેષ સેવાઓ આપશે. આ કેમ્પનું આયોજન રવિવારે સવારે ૯ઃ૦૦ થી બપોરના ૧ઃ૦૦ વાગ્યા સુધી પોઠીયાવાલા જમાત, નાગાણી શાહ તકિયા, ધોરાજી ખાતે કરવામાં આવ્યું છે. આ કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓ માટે નામ નોંધણીની પ્રક્રિયા હાલમાં પોઠીયાવાલા જમાત ખાતે શરૂ કરવામાં આવી છે.