ધારી તાલુકાના વાઘવડી ગામે મોડી રાત્રે સિંહ પરિવારનો એક અદ્‌ભુત વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સિંહણ અને બચ્ચા સહિત ૧૫ સિંહોનું મોટું જૂથ શાંતિથી ગામના રસ્તા પરથી પસાર થતું જોવા મળે છે. આ દ્રશ્ય જોઈને રસ્તા પરના વાહનો થંભી ગયા હતા. ગીર પંથકના આસપાસના વિસ્તારોમાં સિંહોનું ગ્રુપ કેમેરામાં કેદ થયું હોય તેવી અનેક ઘટનાઓ અગાઉ પણ સામે આવી ચૂકી છે.