અમરેલી સ્થિત શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલની વિવિધ મહિલા કોલેજોની ચાર વિદ્યાર્થિનીઓએ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ ના પરિણામોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. આટ્ર્સ, કોમર્સ અને સાયન્સ પ્રવાહમાં વિદ્યાર્થિનીઓએ મેળવેલી આ ઝળહળતી સફળતા બદલ ટ્રસ્ટે ગૌરવ વ્યક્ત કર્યું છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ ના B.A., B.COM. અને M.Sc.ના પરિણામોમાં સંકુલની કુલ ૪ વિદ્યાર્થિનીઓએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. જેમાં ગજેરા ગ્રીષ્ના આર. – B.A. (Psy without Eng), દુધાત જેનીશા એ. – B.Com., માલનીયા હિરલ આર. – M.Sc. (MB) અને નારીગરા બંસરી એ. – B.A. (Psy withEng)નો સમાવેશ થાય છે. કાબરીયા આટ્ર્સ, વઘાસીયા કોમર્સ અને LPT M.Sc. મહિલા કોલેજની આ ચારેય વિદ્યાર્થિનીઓએ ગોલ્ડ મેડલ મેળવીને કોલેજ અને અમરેલીનું ગૌરવ વધાર્યું છે. આ ઝળહળતી સફળતા બદલ અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત (અમરેલી) દ્વારા વિદ્યાર્થિનીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.










































