દામનગરમાં આઈપીએલ ટિકિટ બુક કરવાના બહાને યુવક સાથે રૂ. ૪૬,૫૮૮ની છેતરપિંડી થઈ હતી. બનાવ અંગે સૂર્યાંશુભાઈ પ્રીતેશભાઈ નારોલા (ઉં.વ.૨૩)એ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ એક વેબસાઈટ પર આઈપીએલ ક્રિકેટ મેચની ટિકિટ બુક કરાવવાની ખોટી ઓળખ આપી, ટિકિટ બુકિંગનું પેમેન્ટ મેળવવા માટે ક્યુઆર કોડ મારફતે તેમની સાથે રૂ. ૪૬,૫૮૮ની
છેતરપિંડી આચરી હતી. દામનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. એન. જી. જાડેજા વધુ તપાસ કરી
રહ્યા છે.







































