છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ સિનેમાના સુપરસ્ટાર અને પેન-ઈન્ડિયા સ્ટાર જુનિયર એનટીઆરના રાજકીય ભવિષ્ય અંગે સોશિયલ મીડિયા અને મીડિયા વર્તુળોમાં અટકળો ચાલી રહી છે. અફવાઓ ફેલાઈ રહી હતી કે અભિનેતા ટૂંક સમયમાં રાજકારણમાં પ્રવેશ કરશે અને તેના માટે એક મોટું પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યા હતા. જાકે, જુનિયર એનટીઆરની સત્તાવાર ટીમે હવે આ બધી અટકળોનો અંત લાવી દીધો છે અને પરિÂસ્થતિ સ્પષ્ટ કરી છે. ટીમે એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી છે કે અભિનેતાનો હાલમાં રાજકારણમાં પ્રવેશવાનો કોઈ ઇરાદો નથી અને સોશિયલ મીડિયા પર ફરતા અહેવાલો માત્ર અફવાઓ છે.એવી અટકળો હતી કે જુનિયર એનટીઆર ૧૮ જુલાઈના રોજ એક ભવ્ય કાર્યક્રમ સાથે તેમની રાજકીય સફર શરૂ કરશે. આ સ્પષ્ટતા કરતા, અભિનેતાની ટીમે જણાવ્યું હતું કે ૧૮ જુલાઈના રોજ આયોજિત કાર્યક્રમ કોઈપણ રાજકીય એજન્ડાથી પ્રેરિત નથી. આ કાર્યક્રમ ‘ઓરુ વાદા’ નામની એક નવી સામાજિક પહેલ અને જાહેર કલ્યાણ યોજના શરૂ કરવા માટે આયોજિત કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજ સેવા, પાયાના સ્તરે સહાય અને સમુદાય કલ્યાણનું માળખું જાહેર જનતા સમક્ષ રજૂ કરવાનો છે.જુનિયર એનટીઆરની ટીમે ચાહકો અને સામાન્ય લોકોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ નક્કર આધાર વિના ઇન્ટરનેટ પર ફરતા ભ્રામક સમાચાર પર વિશ્વાસ ન કરે. ટીમે મીડિયા આઉટલેટ્સ અને સોશિયલ મીડિયા યુઝર્સને પણ વિનંતી કરી છે કે તેઓ આ સામાજિક કાર્યક્રમનું રાજકારણ કરવાથી દૂર રહે અને કોઈપણ બનાવટી અહેવાલો પ્રકાશિત કે પ્રસારિત ન કરે. નિવેદનમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે ‘ઓરુ વાદા’ એક સંપૂર્ણપણે બિન-રાજકીય અને સામાજિક અભિયાન છે.જ્યારે અભિનેતાના રાજકીય પદાર્પણ વિશે સમયાંતરે અટકળો ચાલી રહી છે, ત્યારે વાસ્તવિકતા એ છે કે જુનિયર એનટીઆર હાલમાં તેમના ફિલ્મી કારકિર્દીના સૌથી વ્યસ્ત તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. તેઓ એક પછી એક મોટી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં, તેઓ પ્રશાંત નીલ દ્વારા દિગ્દર્શિત અને હોમ્બલે ફિલ્મ્સના બેનર હેઠળ નિર્મિત ખૂબ જ અપેક્ષિત એક્શન થ્રિલર ફિલ્મ ‘ડ્રેગન’ પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મનો ફર્સ્ટ લૂક પોસ્ટર અને ટીઝર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યો હતો, જેને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. ટીમ તરફથી આ સત્તાવાર સ્પષ્ટતા સાથે, ચાહકોનું ધ્યાન ફરી એકવાર જુનિયર એનટીઆરની આગામી ફિલ્મો અને ૧૮ જુલાઈના રોજ લોન્ચ થનારી સામાજિક પહેલ ‘ઓરુ વાદા’ પર કેન્દ્રિત થયું છે.જુનિયર એનટીઆરએ ઋતિક રોશન સાથે અભિનય કરતી “વોર ૨” થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી ચાલી ન હતી. તે સૈફ અલી ખાન અને જાહ્નવી કપૂર સાથે “દેવરા” માં પણ દેખાયો હતો. ફિલ્મમાં તેના અભિનયને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. ફિલ્મનો બીજા ભાગ ટૂંક સમયમાં આવી રહ્યો છે. નોંધનીય છે કે જુનિયર એનટીઆરને તેની પહેલી ફિલ્મ માટે રાષ્ટÙીય પુરસ્કાર મળ્યો હતો.








































