સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર વડા વોલ્કર તુર્કે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) માં વધતા તણાવ અને અશાંતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પ્રદેશમાં શાંતિ માટે અપીલ કરી અને પ્રદર્શનકારીઓ અને સુરક્ષા કર્મચારીઓના મૃત્યુની તાત્કાલિક, નિષ્પક્ષ અને સંપૂર્ણ તપાસની માંગ કરી. જિનીવાથી સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, આ મહિનાના અંતમાં યોજાનારી પ્રાદેશિક વિધાનસભા ચૂંટણીઓ પહેલા પીઓકેમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ રહે છે. ૨૭ જુલાઈએ યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ પહેલા જૂનથી અત્યાર સુધીમાં ડઝનબંધ નિર્દોષ લોકોના મોત થયાના અહેવાલ છે.
અહેવાલ મુજબ,પીઓકેમાં માર્યા ગયેલા ડઝનબંધ લોકોમાં મોટાભાગના વિરોધીઓ છે, જ્યારે કેટલાક કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તૈનાત સુરક્ષા કર્મચારીઓ છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કમિશનર વોલ્કર તુર્કે જણાવ્યું હતું કે અશાંતિ દરમિયાન થયેલા તમામ મૃત્યુની તાત્કાલિક, નિષ્પક્ષ અને સંપૂર્ણ પારદર્શિતા સાથે તપાસ થવી જાઈએ. આમાં પ્રદર્શનકારીઓ તેમજ સુરક્ષા કર્મચારીઓના મૃત્યુનો સમાવેશ થાય છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલી સંયુક્ત આવામી કાર્યવાહી સમિતિમાં ઉદ્યોગપતિઓ, ટ્રાન્સપોર્ટરો, વિદ્યાર્થીઓ, વકીલો, સામાજિક કાર્યકરો અને અન્ય લોકોનો સમાવેશ થાય છે.
પાકિસ્તાને આતંકવાદ વિરોધી કાયદા હેઠળ સંયુક્ત આવામી કાર્યવાહી સમિતિ અથવા જેએએસી પર પ્રતિબંધ મૂક્યો છે, તેના પર જાહેર વ્યવસ્થા અને સુરક્ષા માટે ખતરો હોવાનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદ સંગઠનના ઘણા નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યું હતું કે નાગરિક સમાજ સંગઠનને ગુનાહિત બનાવવા અને શાંતિપૂર્ણ મેળાવડા પર કડક પ્રતિબંધો લાદવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા, શાંતિપૂર્ણ વિરોધ અને સંગઠનો બનાવવાના અધિકાર જેવા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થઈ શકે છે, અને આ પગલાં અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરના અહેવાલોમાં સતત સંકેત આપવામાં આવ્યો છે કે પાકિસ્તાની સેના ત્યાં અત્યાચાર કરી રહી છે.
વોલ્કર તુર્કે કહ્યું હતું કે અટકાયત કરાયેલ ત્નછછઝ્ર નેતાઓને વકીલ અને તેમના પરિવારો સુધી સંપૂર્ણ પહોંચ હોવી જાઈએ. કાયદા અનુસાર ન્યાયી સુનાવણી અને ન્યાય મેળવવાના તેમના અધિકારનું સંપૂર્ણ રક્ષણ થવું જાઈએ. સંયુક્ત રાષ્ટ્રએ પીઓકેમાં ઇન્ટરનેટ સેવાઓ પરના પ્રતિબંધો પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તણાવપૂર્ણ વાતાવરણમાં, ઇન્ટરનેટ બંધ થવાથી લોકોના માહિતી મેળવવા, શેર કરવા અને વ્યક્ત કરવાના અધિકાર પર અપ્રમાણસર અસર પડે છે. તેથી, અધિકારીઓને સમગ્ર પ્રદેશમાં ઇન્ટરનેટ સેવાઓ પુનઃસ્થાપિત કરવા વિનંતી કરવામાં આવી છે.
યુએન માનવાધિકાર વડાએ એમ પણ કહ્યું કે સ્થાનિક લોકોની સમસ્યાઓ અને ફરિયાદોના નિરાકરણ માટે તમામ પક્ષો વચ્ચે અર્થપૂર્ણ અને સમાવિષ્ટ રાજકીય સંવાદ શરૂ થવો જાઈએ. તેમનું માનવું છે કે ફક્ત વાતચીત દ્વારા જ પ્રદેશમાં કાયમી શાંતિ અને સામાન્યતા પુનઃસ્થાપિત કરી શકાય છે.




































