સુપ્રીમ કોર્ટે બુધવારે મુખ્ય ચૂંટણી કમિશનર (સીઇસી) અને ચૂંટણી કમિશનરો (ઇસી) ની નિમણૂકને નિયંત્રિત કરતા ૨૦૨૩ ના કાયદાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે નિર્ણય લેવાનો હતો કે આ મામલો મોટી બેંચને મોકલવો કે નહીં. ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્માએ આ મામલાની સુનાવણી કરી. જાકે, બંને ન્યાયાધીશોએ આ મામલે મતભેદ દર્શાવ્યા.
ન્યાયાધીશ દત્તાએ કહ્યું, “જા આપણે સર્વસંમતિથી નિર્ણય આપ્યો હોત, તો તે સંસ્થાકીય એકતાના હિતમાં હોત. કમનસીબે, આપણે મતભેદ ધરાવીએ છીએ. આ મતભેદને કારણે મને વધુ વિગતવાર આદેશ લખવાનું કહેવામાં આવ્યું છે.” ન્યાયાધીશ દત્તાએ ૨૦૨૩ ના કાયદા વિશે અનેક પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે ચૂંટણી કમિશનરોની નિમણૂકને નિયંત્રિત કરતો ૨૦૨૩ નો કાયદો સ્વતંત્ર પસંદગી પ્રક્રિયા સુનિશ્ચિત કરતો નથી.
૨૦૨૩ માં, કેન્દ્ર સરકારે સીઇસી અને ઈસીની નિમણૂકને નિયંત્રિત કરતા કાયદામાં સુધારો કર્યો. ચૂંટણી કમિશનરોની નિમણૂક હવે વડા પ્રધાનની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સમિતિ દ્વારા કરવામાં આવે છે. સમિતિમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કેન્દ્રીય મંત્રીનો પણ સમાવેશ થાય છે. અગાઉ, સમિતિમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પણ શામેલ હતા.
પોતાનો ચુકાદો આપતા, જસ્ટિસ દત્તાએ અનેક મહત્વપૂર્ણ અવલોકનો કર્યા. તેમણે કહ્યું, “બંધારણીય વ્યવસ્થાનો મૂળભૂત સિદ્ધાંત છે કે આપણી પાસે કાયદાનું શાસન છે, વ્યક્તિઓનું નહીં. શાસકો કાયદાથી બંધાયેલા છે અને ક્્યારેય કાયદાથી ઉપર ન હોઈ શકે.”તેમણે ઉમેર્યું, “આ વ્યાપક બંધારણીય સંદર્ભમાં વર્તમાન અભિપ્રાયના પરિણામોનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. ન્યાયિક અભિપ્રાયનું મહત્વ હંમેશા તે સમયે વિવાદ સુધી મર્યાદિત નથી જે સમયે તે આપવામાં આવે છે.”
જÂસ્ટસ દત્તાએ કહ્યું, “હાલનો કેસ એવા અભિગમની માંગ કરે છે જે આ શક્યતાને ધ્યાનમાં લે કે આ કોર્ટનો અભિપ્રાય તાત્કાલિક વિવાદ સમાપ્ત થયા પછી લાંબા સમય સુધી અસરકારક અને સુસંગત રહી શકે છે. જસ્ટિસ દત્તાએ કોલેજિયમ અંગે પણ ઘણી ટિપ્પણીઓ કરી. તેમણે કહ્યું કે ન્યાયાધીશો ન્યાયાધીશોની નિમણૂક કરે છે તે ખ્યાલ ખોટી માન્યતા છે.
જÂસ્ટસ દત્તાએ કહ્યું કે ‘ન્યાયાધીશો ન્યાયાધીશોની નિમણૂક કરે છે’ ની વાર્તા સ્વાર્થી હિતો દ્વારા ફેલાવવામાં આવી છે. તેમણે નોંધ્યું કે કેન્દ્ર અને રાજ્યના અધિકારીઓ અને ગુપ્તચર એજન્સીઓ કોલેજિયમમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેમણે ભાર મુક્યો કે ઉમેદવારોની સંપૂર્ણ પૃષ્ઠભૂમિ તપાસ કરવામાં આવે છે. તેમણે કહ્યું, “કદાચ સરકાર કરતાં વધુ સારી રીતે કોઈ જાણતું નથી કે કોલેજિયમ સિસ્ટમ ખરેખર કેવી રીતે કાર્ય કરે છે.”
તેમણે કહ્યું કે સૌથી ગંભીર ચિંતા એ છે કે કારોબારી કોલેજિયમની ભલામણોને પસંદગીપૂર્વક લાગુ કરે છે. મોટાભાગના નામો સ્વીકારવામાં આવે છે, પરંતુ કેટલાકને રોકી રાખવામાં આવે છે. સંઘર્ષ ટાળવા માટે, કોલેજિયમ આગળ વધે છે.
ન્યાયાધીશ દત્તાએ કહ્યું, “આ બંધારણીય કટોકટી ટાળે છે, પરંતુ પ્રશ્ન એ છે કે આ કેટલો સમય ચાલશે? ડા. આંબેડકરે કલ્પના કરી હતી કે ન્યાયતંત્ર માત્ર કારોબારીથી સ્વતંત્ર જ નહીં, પણ મજબૂત અને આત્મનિર્ભર પણ હોવું જાઈએ. આજે, તે દ્રષ્ટિ જાખમમાં હોય તેવું લાગે છે.”
તેમણે કહ્યું કે “મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે ખરેખર સ્વતંત્ર ચૂંટણી પંચ જરૂરી છે. ચૂંટણી પંચ સરકારી (એક્ઝીક્યુટીવ) નિયંત્રણથી સંપૂર્ણપણે અલગ હોવું જાઈએ. ચૂંટણી પંચ માટે ફક્ત સ્વતંત્ર દેખાવું પૂરતું નથી; તે ખરેખર સ્વતંત્ર હોવું જાઈએ.” જસ્ટિસ દત્તાએ તેમના મંતવ્યમાં કહ્યું કે “પ્રથમ નજરે, ૨૦૨૩નો કાયદો ચૂંટણી કમિશનરોની પસંદગી માટે સ્વતંત્ર પ્રક્રિયા સુનિશ્ચિત કરતો નથી લાગતો.”








































