શેઢાયા પ્રાથમિક શાળાની શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC), આચાર્યશ્રી તથા શેઢાયા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલી રજૂઆતને ધ્યાને રાખીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા સરાહનીય પહેલ કરવામાં આવી છે. બેંકના સામાજિક ઉત્તરદાયિત્વ (CSR) હેઠળ શાળાના બાળકોને શુધ્ધ અને સ્વચ્છ પીવાનું પાણી મળી રહે તે હેતુથી એક અત્યાધુનિક આર.ઓ. ((RO) વોટર મશીન ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યું છે.
બાળકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરતી આ ઉપયોગી ભેટ બદલ શાળા પરિવાર, ગ્રામ પંચાયત અને ગ્રામજનોએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.