દીવના પ્રખ્યાત નાગવા બીચ પર વહેલી સવારે એક મૃત ડોલ્ફિન દરિયાકિનારે તણાઈ આવી હતી. સવારના સમયે કિનારે ફરવા નીકળેલા સ્થાનિક લોકોની નજર આ મૃતદેહ પર પડતાં તેમણે તુરંત અન્ય લોકોને તથા સંબંધિત તંત્રને જાણ કરી હતી. સ્થાનિકોએ દરિયાઈ જીવ પ્રત્યે સંવેદના દાખવી
મૃત ડોલ્ફિનની દફનવિધિની કામગીરી શરૂ કરી હતી. ડોલ્ફિનના મોતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટના બાદ દરિયાઈ જીવસૃષ્ટિ અને ડોલ્ફિન સંરક્ષણ અંગે ચર્ચા જાગી છે.