ઇશ્વરીયાની પીએમશ્રી “મદદ” પ્રાથમિક શાળામાં મંગળવારે શાળા કક્ષાનું તૃતીય બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. આ તકે કલેક્ટર અને પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી તેમજ રાજકોટના સાંસદ પુરષોત્તમ રૂપાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. એસએમસી અધ્યક્ષ દિનેશભાઈ રૂપાલા દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. મહેમાનોએ રસપૂર્વક બાળકો દ્વારા બનાવેલી કૃતિઓ નિહાળીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. વિજ્ઞાન પ્રદર્શનમાં ધોરણ ૨ થી ૮ ના બાળકોએ ભાગ લીધેલો હતો અને કુલ ૫૯ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્ર અને શીલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આભાર વિધિ શાળાના આચાર્ય પરેશભાઈ ગાંગડીયા દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડીપીઇઓ, ટીપીઈઓ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વનરાજભાઈ કોઠીવાળ, રસિકભાઈ મહેતા, સુરેશ ભારથી ગોસાઈ, તલાટી મંત્રી પાર્થિવભાઈ જોષી, ઈશ્વરીયા સેવા સહકારી મંડળીના પ્રમુખ ધીરુભાઈ રૂપાલા, ગામના ઉપસરપંચ બાબુભાઈ વામજા, મોટા બાની વાડીના મંત્રી મગનભાઈ રૂપાલા, એસએમસી કમિટીના તમામ સભ્યો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.








































