જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને આઈ.ટી.આઈ. અમરેલીના સંયુક્ત ઉપક્રમે તા. ૧૬ ઓક્ટોબર,
શુક્રવારે સવારે ૧૧ કલાકે આઈ.ટી.આઈ. ખાતે રોજગાર ભરતીમેળો યોજાશે. એલ.આઈ.સી., એચ.ડી.એફ.સી. લાઈફ અને ટોયોટા-એન.ટી.ટી.એફ. કંપનીમાં વિવિધ જગ્યાઓ માટે પસંદગી કરાશે. ધોરણ ૧૦, ૧૨, સ્નાતક, આઈ.ટી.આઈ. તથા ડિપ્લોમા લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. ટોયોટામાં તાલીમાર્થીને માસિક રૂ. ૧૩,૦૩૯ સ્ટાઈપેન્ડ અને રૂ. ૬૦૦ બોનસ મળશે. ઉમેદવારોએ બાયોડેટા, પ્રમાણપત્રો,આધારકાર્ડ અને ફોટા સાથે હાજર રહેવું. દિવ્યાંગો માટે જગ્યાઓ નથી. વધુ માહિતી માટે ૦૨૭૯૨-૨૨૩૩૯૪ પર સંપર્ક કરવો.