સબરીમાલા સોનાની ચોરી કેસમાં તપાસ ચાલુ છે. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ચોરી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે અભિનેતા જયરામને સમન્સ મોકલ્યા છે. એજન્સી આ કેસના કથિત મુખ્ય આરોપી ઉન્નીકૃષ્ણન પોટીને પણ સમન્સ પાઠવવાની તૈયારી કરી રહી છે. કોલ્લમ કોર્ટ દ્વારા આ જ કેસમાં જામીન મળ્યા બાદ તે તાજેતરમાં જેલમાંથી બહાર આવ્યો હતો. કેરળ પોલીસની સ્પેશિયલ ઇન્વેશ્તીગેસન ટીમ પણ આ મામલાની તપાસ કરી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું કે અભિનેતા જયરામને સબરીમાલા કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. આગામી થોડા દિવસોમાં તે એજન્સી સમક્ષ હાજર થશે. કેરળ પોલીસની જીં્ એ થોડા સમય પહેલા ચેન્નાઈમાં જયરામની પણ પૂછપરછ કરી હતી. અભિનેતા અને પોટ્ટીનો એકસાથે પૂજા કરતો એક વીડિયો સામે આવ્યો હતો, જેના કારણે પૂછપરછ શરૂ થઈ હતી. ત્યારબાદ અભિનેતાએ કોઈ ખોટું કામ કર્યાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે મંદિરની સોનાથી ઢંકાયેલી મૂર્તિઓને ફરીથી ચઢાવનાર કંપની અથવા તેમના પ્રાયોજકો સાથે તેનો કોઈ સંબંધ નથી.
આ અઠવાડિયાની શરૂઆતમાં, ઈડ્ઢ એ કેસના સંદર્ભમાં ત્રાવણકોર દેવસ્વમ બોર્ડ ના ભૂતપૂર્વ વહીવટી અધિકારીઓ મુરારી બાબુ અને એસ. શ્રીકુમારની પૂછપરછ કરી હતી. શુક્રવારે, ઈડ્ઢ એ શ્રીકુમારની ફરી પૂછપરછ કરી.
આ ઉપરાંત,ટીડીબીના એÂક્ઝક્્યુટિવ ઓફિસર ડી. સુધીશ કુમારને પણ આવી જ રાહત આપવામાં આવી હતી.એસઆઇટી એ આ કેસના સંદર્ભમાં ટીડીબીના બે ભૂતપૂર્વ પ્રમુખો સહિત ૧૨ લોકોની ધરપકડ કરી છે.








































