છેલ્લા કેટલાક સમયથી, અભિનેત્રી અને ‘બિગ બોસ ૧૩’ ના સ્પર્ધક શેફાલી બગ્ગાનું નામ ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે જાડવામાં આવ્યું છે. બંને તાજેતરમાં જ સાથે જાવા મળ્યા હતા. શેફાલી પહેલા, ચહલનું નામ ઇત્ન મહવાશ સાથે જાડાયું હતું. જાકે, ચહલ સાથેના લિંક-અપની અટકળો વચ્ચે, શેફાલી તેની સાથે બનાવેલા છૈં ફોટોથી ખુશ નથી. ફોટો જાયા પછી તે ગુસ્સે છે અને ઇન્સ્ટાગ્રામ પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
શેફાલી પોતાનો,આરજે મહવાશનો અને ધનશ્રીનો ચહલ સાથેનો છૈં ફોટો જાઈને ગુસ્સે થઈ ગઈ. તેણીએ તેના ઇન્સ્ટાગ્રામ પેજના સ્ટોરી સેક્શનમાં ફોટો શેર કર્યો અને લખ્યું, “આ ઘૃણાસ્પદ છે. આ ટ્રોલ છોકરીઓ સાથે જે રીતે વર્તે છે તે શરમજનક છે. તમારું જીવન જીવો. આ તમારી ખરાબ માનસિકતાનું ઉદાહરણ છે.” આરજે મહોશ્વાશ અને ચહલની ભૂતપૂર્વ પત્ની ધનશ્રીએ હજુ સુધી આ પોસ્ટ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
યુઝવેન્દ્ર ચહલ અને શેફાલી બગ્ગા થોડા દિવસો પહેલા મુંબઈમાં સાથે જાવા મળ્યા હતા. તેઓ પાપારાઝી દ્વારા પણ પકડાયા હતા. તેઓએ પાપારાઝી માટે અલગથી પોઝ આપ્યા હતા. જ્યારે તેમને સાથે પોઝ આપવાનું કહેવામાં આવ્યું ત્યારે તેઓએ ના પાડી દીધી. આ વીડિયોએ ચહલ અને શેફાલીના લિંક-અપની અફવાઓને વધુ વેગ આપ્યો.
શેફાલી બગ્ગા મ્યુઝિક વીડિયોમાં દેખાઈ છે અને બિગ બોસ ૧૩ માં સ્પર્ધક તરીકે દેખાઈ છે. તેણીએ એન્કર તરીકે પણ કામ કર્યું છે, વારંવાર આઇપીએલ ક્રિકેટ મેચ દરમિયાન દેખાઈ રહી છે. ૨૦૨૫ માં, તેણીએ “લવ વેન્ચર” શોનું સહ-હોસ્ટિંગ કર્યું.