રાજુલામાં એચ.બી. સંઘવી મહિલા આટ્ર્સ તથા કોમર્સ કોલેજની વિદ્યાર્થિનીઓ શિક્ષણ ક્ષેત્રે પણ આગવી પ્રતિભા ધરાવે છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયેલ આટ્ર્સમાં સેમેસ્ટર છઠ્ઠાની સમાજ શાસ્ત્રની પરીક્ષામાં ધારેશ્વર ગામની દીકરી રિદ્ધિબેન નાગજીભાઈ ધાખડાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. જેઓ વિમળાબેન હરકિશનદાસ મહેતા કન્યા છાત્રાલયમાં રહી અભ્યાસ કરેલ છે. આ વિદ્યાર્થિનીને ટ્રસ્ટીઓ અનંતભાઈ શાહ, ડી. જે. ધંધુકિયા, સુકેતુભાઈ શાહ, સેક્રેટરી બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, કેમ્પસ મેનેજર રવિભાઈ, કેમ્પસ ડાયરેક્ટર ડો.જીગ્નેશભાઈ વાજા, પ્રિન્સિપાલ ડો. રીટાબેન રાવળ તથા પ્રાધ્યાપકોએ અભિનંદન પાઠવીને શુભકામનાઓ પાઠવી છે. રિદ્ધિબેન છાત્રાલયના પણ બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર બન્યા છે.






































